BRTS/ બીઆરટીએસ કર્મચારીઓ બોનસ-પગારવધારાના મુદ્દે હડતાળ પરઃ લોકોને હાલાકી

અમદાવાદમાં બીઆરટીએસ કર્મચારીઓ બોનસ અને પગાર વધારા સહિત વિવિધ મુદ્દાઓને લઈ હડતાળ પર ઉતર્યા છે. વસ્ત્રાલ ડેપો ખાતે જેબીએમ કંપનીના બીઆરટીએસ કર્મચારીઓએ ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો

Top Stories Ahmedabad
BRTS strike બીઆરટીએસ કર્મચારીઓ બોનસ-પગારવધારાના મુદ્દે હડતાળ પરઃ લોકોને હાલાકી
  • વસ્ત્રાલ ડેપો ખાતે જેબીએમ કંપનીના બીઆરટીએસ કર્મચારીઓએ ભેગા થઈને વિરોધ નોંધાવ્યો
  • 70 કર્મચારીઓ હડતાલ પર ઉતરતા BRTSની 100 બસો બંધ રહી
  • હડતાળને પગલે વસ્ત્રાલ ડેપો ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો

અમદાવાદમાં બીઆરટીએસ કર્મચારીઓ બોનસ અને પગાર વધારા સહિત વિવિધ મુદ્દાઓને લઈ હડતાળ પર ઉતર્યા છે. વસ્ત્રાલ ડેપો ખાતે જેબીએમ કંપનીના બીઆરટીએસ કર્મચારીઓએ ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો. ઉચ્ચ અધિકારી સાથે વહેલી સવારે વાટાઘાટો બાદ નિવારણ ન આવતા કર્મચારીઓએ વિરોધ કર્યો હતો.

હડતાળને પગલે વસ્ત્રાલ ડેપો ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.  70 કર્મચારીઓ હડતાલ પર ઉતરતા BRTSની 100 બસો બંધ રહી હતી. કર્મચારીઓની હડતાળના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યાં સુધી પગાર નહિ વધે ત્યાં સુધી હડતાળ યથાવત રાખવા કર્મચારીઓએ ચીમકી આપી છે. તો સાથે જ કર્મચારીઓએ અધિકારીઓ ધમકી આપતા હોવાના આક્ષેપ પણ કર્યા છે.

મહત્વનું છે કે ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ બેઝ ડ્રાઈવરોની બોનસ અને પગાર વધારાની માંગણીને લઈ હડતાળ પર ઉતરી જતા બસ સેવાને આંશિક અસર થઈ હતી. તો બીજી તરફ 70 જેટલા ડ્રાઈવરો અચાનક હડતાળ પર ઉતરી જતા અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા કોન્ટ્રાક્ટ કંપનીને તાત્કાલિક અન્ય ડ્રાઈવરો મૂકી બસ શરૂ કરવા જણાવવામાં આવ્યુ હતુ. હાલ તહેવારના સમયે જ બીઆરટીએસ કર્મચારીઓ હડતાળ પર ઉતરતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

કર્મચારીઓની હડતાળના લીધે હેરાનગતિનો ભોગ બનનારા લોકોએ જણાવ્યું હતું કે કંપનીએ કર્મચારીઓની પગારવધારાની અને બોનસની વાત માની લેવી જોઈતી હતી. જો તેઓ કર્મચારીઓ સાથે યોગ્ય રીતે ડીલિંગ કરતી હોત તો આ પ્રકારની પરિસ્થિતિ ન આવી હોત. હાલમાં તો કંપની અને કર્મચારીઓની લડાઈમાં લોકોનો ખો નીકળી રહ્યો છે. આગામી વિધાનસભા ચૂંટણી નજીકમાં છે ત્યારે રાજ્ય સરકાર કોઈ નિર્ણય લે તેમ માનવામાં આવે છે.