- ગુજરાતનાં રાજકારણનાં સૌથી મોટા સમાચાર
- આજે જ મંત્રીમંડળની શપથવિધિ થશે
- બપોરે બે વાગ્યાની આસપાસ શપથવિધિ યોજાશે
- રાજભવનને જાણ ના થતાં ભારે આશ્ચર્ય
- સાંજ સુધીમાં મંત્રીમંડળ રચાઇ જાય તેવી વકી
- મોડી રાત સુધી ચાલ્યો છે કમલમમાં ધમધમાટ
- મોટાભાગનાં સિનિયરોને પડતા મુકવાનો વ્યૂહ
- ભૂપેન્દ્ર યાદવ અને સંતોષની આગેવાનીમાં ચાલી મંત્રણા
- CM અને સી.આર.પાટીલ મંત્રણામાં રહ્યાં સાથે
- અત્યંત ગુપ્તતા સાથે ચાલી રહ્યું છે ઓપરેશન
- સમગ્ર રાજ્યમાં અટકળો અને અફવાની આંધી
- 22 થી 25 મંત્રીઓ શપથ લે તેવી શકયતા
- ડો.નીમાબેન આચાર્ય,જીતુ વાઘાણીને મળી શકે સ્થાન
- કિર્તીસિંહ વાઘેલા,શશીકાંત પંડયાને મળી શકે સ્થાન
- શશીકાંત પંડયા,ડો.આશા પટેલને મળી શકે સ્થાન
ગુજરાતનાં રાજકારણને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલની શપથવિધિ થયા બાદથી નવા મંત્રીમંડળને લઇને ખૂબ ચર્ચાઓ થઇ રહી હતી, ત્યારે સુત્રોનાં જણાવ્યા અનુસાર આજે શપથવિધી કાર્યક્રમ યોજાય તેવી પૂરી શક્યતાઓ છે.

આ પણ વાંચો – ગાંધીનગર / ભુપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીમંડળની 16મીએ શપથવિધિ યોજાશે
તાજેતરમાં સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, ભૂપેંદ્ર પટેલનાં નવા મંત્રીમંડળને આજે આખરી ઓપ આપી શકાય છે, જેના માટે ગત મોડી રાત્રિ સુધી ભાજપ કાર્યાલય પર મંત્રણા ચાલી હતી. આ મંત્રણામાં ભૂપેન્દ્ર યાદવ અને સંતોષની આગેવાનીમાં ચાલી હતી. જેમા CM ભુપેંન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ હાજર રહ્યા હતા. અત્યંત ગુપ્તતા સાથે આ સમગ્ર ઓપરેશન ચાલી રહ્યુ છે. સમગ્ર રાજ્યમાં અટકળો અને અફવાઓની આંધી છે. આજે બપોરે બે વાગ્યાની આસપાસ શપથવિધિ યોજાય તેવી સંભાવનાઓ છે. આ અંગે રાજભવનને જાણ નહોતી, જે ઘણી આશ્ચર્યની વાત છે. જણાવી દઇએ કે, આ નવા મંત્રીમંડળમાં ઘણા પત્તા કપપાય તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે. સુત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર, મોટાભાગનાં સિનિયરોને પડતા મુકવાનો વ્યૂહ હોવાનુ પણ ચર્ચામાં છે. નવા મંત્રીમંડળની શપથવિધિમાં 22 થી 25 મંત્રીઓ શપથ લે તેવી શક્યતાઓ છે. સુત્રો કહી રહ્યા છે કે, ડો.નીમાબેન આચાર્ય,જીતુ વાઘાણી, કિર્તીસિંહ વાઘેલા, શશીકાંત પંડયા, શશીકાંત પંડયા, ડો.આશા પટેલને સ્થાન મળી શકે છે.

આ પણ વાંચો – સુરેન્દ્રનગર / લક્ષ્મીસરના સરપંચના પરિવારે સત્તાનો દુરુપયોગ કરી સરકારી જમીન હડપી લીધી હોવાની રાવ કરાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસનાં એક દિવસ પહેલા ગુરુવારે શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય ભાજપે PM નાં જન્મદિવસની ઉજવણીને વાર્ષિક કાર્યક્રમ બનાવ્યો છે, જ્યાં સરકારનાં ઘણા લોક કલ્યાણ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, શપથ ગ્રહણ તે મુજબ નિર્ધારિત કરવામાં આવ્યું છે, જેથી નવા મંત્રી તાત્કાલિક ચાર્જ સંભાળી શકે અને યોજનાઓને અમલમાં મૂકી શકે. મુખ્યમંત્રીનાં શપથગ્રહણ સમારોહની જેમ આ પણ રાજભવન ખાતે યોજાશે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
