Not Set/ સૌરાષ્ટ્રમાં વરસાદની થઇ એન્ટ્રી, જાણો ક્યાં કેટલા ઇંચ પડ્યો

સૌરાષ્ટ્રમાં વિરામ બાદ આજે ફરી વરસાદની એન્ટ્રી થઇ છે. અહિયાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, જે બાદ લોકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. તો બીજી તરફ, વાતાવરણમાં ઠંડક પ્રસરતા ઉકળાટનો અંત આવ્યો છે  છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં નોંધપાત્ર જ વરસાદ જોવા મળી રહ્યો છે જોકે થોડા દિવસ બાદ મોડી રાતે પોરબંદર, જામનગર અને દ્વારકા જિલ્લામાં ભારે […]

Gujarat Others
ebc7cdd6c196487ac1534cda6b77fafe સૌરાષ્ટ્રમાં વરસાદની થઇ એન્ટ્રી, જાણો ક્યાં કેટલા ઇંચ પડ્યો

સૌરાષ્ટ્રમાં વિરામ બાદ આજે ફરી વરસાદની એન્ટ્રી થઇ છે. અહિયાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, જે બાદ લોકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. તો બીજી તરફ, વાતાવરણમાં ઠંડક પ્રસરતા ઉકળાટનો અંત આવ્યો છે  છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં નોંધપાત્ર જ વરસાદ જોવા મળી રહ્યો છે જોકે થોડા દિવસ બાદ મોડી રાતે પોરબંદર, જામનગર અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો.

આપને જણાવી દઈએ કે રાણાવાવમાં 4 ઈંચ, પોરબંદરમાં 4 ઈંચ અને કુતિયાણા 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતાં.

મોડી રાતે પોરબંદર જિલ્લાના રાણાવાવમાં ભારે વરસાદ તુટી પડ્યો હતો. રાણાવાવમાં 4 ઈંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળ્યું હતું. ભારે વરસાદને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા.  

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.