ન્યાય યાત્રા/ ભુજમાં કોંગ્રેસની પદયાત્રા, કોવિડથી મોતને ભેટેલા મૃતકના સ્વજનોને આપો 4 લાખ

કોરોનાકાળ દરમ્યાન કચ્છમાં હજારોની સંખ્યામાં લોકો કોવિડથી મોતને ભેટયા હતા. પણ સરકારી ચોપડે માત્ર 283 મોત જ બતાવાયા છે. જેની સામે સત્તાવાર રીતે 2200 થી વધુ મૃતકના સ્વજનને રૂ.50 હજારની સહાય ચૂકવાઈ છે.જે પણ હકીકત છે.

Top Stories Gujarat Others
કોંગ્રેસ

કોવિડ બીમારીથી મોતને ભેટેલા મૃતકના સ્વજનોને સરકાર દ્વારા રૂ.50 હજારની આર્થિક સહાય ચૂકવવામાં આવી રહી છે જેની સામે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવીને મૃતક પરિવારને 50 હજાર નહિ પણ રૂ.4 લાખનું વળતર ચુકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

આ પણ વાંચો:આજથી ઓફલાઈન શિક્ષણ શરૂ, ઓનલાઇન વર્ગો પણ યથાવત્ રહેશે

ભુજમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે પદયાત્રા યોજવામાં આવી હતી. આ દરમિયાન જિલ્લા કલેકટર કચેરીએ રજુઆત પણ કરવામાં આવી હતી. કોરોનાકાળ દરમ્યાન કચ્છમાં હજારોની સંખ્યામાં લોકો કોવિડથી મોતને ભેટયા હતા. પણ સરકારી ચોપડે માત્ર 283 મોત જ બતાવાયા છે. જેની સામે સત્તાવાર રીતે 2200 થી વધુ મૃતકના સ્વજનને રૂ.50 હજારની સહાય ચૂકવાઈ છે.જે પણ હકીકત છે.સરકાર પશુઓ અને માનવીને મોત બદલ સરખું વળતર આપે તે સાંખી લેવાય નહિ જેથી વળતર વધારવા માંગણી કરવામાં આવી છે.

દેશમાં કોરોના કેસ અપડેટ્સ

લગભગ એક મહિના બાદ દેશમાં કોરોનાના કેસ એક લાખની નીચે પહોંચી ગયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 83 હજાર 876 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 1 લાખ 99 હજાર 54 દર્દીઓ સ્વસ્થ થયા છે અને 895 લોકોના મોત થયા છે. અગાઉ 5 જાન્યુઆરી 2022ના રોજ 90,228 કેસ સામે આવ્યા હતા. 4 જાન્યુઆરીએ 58,097 નવા કેસ મળી આવ્યા હતા.

દુનિયામાં 18.60 લાખ નવા કેસ, 6 હજારથી વધુના મોત

વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 18.60 લાખ કોરોનાના નવા કેસ મળી આવ્યા હતા. તેમાંથી 18.62 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 6,352 લોકોના મોત થયા હતા. નવા કેસની દ્રષ્ટિએ રશિયા નંબર વન પર છે. અહીં 1.80 લાખ નવા કેસ મળી આવ્યા છે. ફ્રાન્સ 1.55 લાખ દર્દીઓ સાથે બીજા નંબરે છે અને જર્મની 1.14 લાખ દર્દીઓ સાથે ત્રીજા નંબરે છે.

આ પણ વાંચો:ધોરણ 10 અને 12નું પરિણામ CISCEએ જાહેર કર્યું, આ રીતે ચેક કરો..

આ પણ વાંચો:ચૂંટણી પહેલા ગુરમીત રામ રહીમ જેલમાંથી આવશે બહાર, 3 અઠવાડિયાની રજા મળશે