Not Set/ કેન્દ્રની રાજ્યોને ચેતવણી, શું ફરી લાગશેે તહેવારોને કોરોનાનું ગ્રહણ?

ઓગસ્ટ મહિનાથી હવે તહેવારોની સીઝન શરૂ થવા જઇ રહી છે. ત્યારે એકવાર ફરી ગત વર્ષની જેમ આ વર્ષે પણ તહેવારોની સીઝનને કોરોનાનું ગ્રહણ લાગે તેવી સંભાવનાઓ છે.

Top Stories India
11 133 કેન્દ્રની રાજ્યોને ચેતવણી, શું ફરી લાગશેે તહેવારોને કોરોનાનું ગ્રહણ?
  • તહેવાર ટાણે કેન્દ્રની રાજ્યોને ચેતવણી
  • તહેવારો પહેલા સાવચેતીનાં પગલા લો
  • લોકો ટોળે વળે તે પહેલા પ્રતિબંધ લાદો
  • ત્રીજી લહેરની આશંકા વચ્ચે તહેવારોની મોસમ
  • કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને આપ્યું એલર્ટ

ઓગસ્ટ મહિનાથી હવે તહેવારોની સીઝન શરૂ થવા જઇ રહી છે. ત્યારે એકવાર ફરી ગત વર્ષની જેમ આ વર્ષે પણ તહેવારોની સીઝનને કોરોનાનું ગ્રહણ લાગે તેવી સંભાવનાઓ છે. વળી ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ચેતવણી પણ આપી દીધી છે.

11 134 કેન્દ્રની રાજ્યોને ચેતવણી, શું ફરી લાગશેે તહેવારોને કોરોનાનું ગ્રહણ?

આ પણ વાંચો – #TokyoOlympic2021 / કુશ્તીમાં રવિ દહિયાને હરાવવા કઝાકિસ્તાનના આ ખેલાડીએ આ જગ્યાએ બટકું ભરી લીધું

આપને જણાવી દઇએ કે, દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવશે તેવી આશંકાઓ વચ્ચે હવે કેન્દ્રની સરકાર એલર્ટ મોડમાં આવી ગઇ છે. બીજી તરફ હવે તહેવારોની સીઝની આવી રહી છે, અને લોકો બેખોફ ફરી રહ્યા છે. જનતા જાણે એવુ સમજી ગઇ છે કે હવે કોરોનાવાયરસ ભારતમાંથી પૂરી રીતેે નષ્ટ થઇ ગયો છે. જો કે આ વાત બિલકૂલ ખોટી છે. આજે પણ કોરોનાનાં દૈનિક કેસોમાં ઉતાર-ચઢાવ થઇ રહ્યા છે. દેશમાં ત્રીજી લહેરની પૂરી આશંકાઓ છે, વળી તહેવારોની સીઝન આવતા કેન્દ્રની મોદી સરકારે દેશનાં તમામ રાજ્યોને ચેતવણી આપી છે. કેન્દ્રએ રાજ્યોને કહ્યુ છે કે, તહેવારો આવે તે પહેલા સાવચેતીનાં પગલા લો, લોકો ટોળે વળે તે પહેલા પ્રતિબંધ લાદો.

11 135 કેન્દ્રની રાજ્યોને ચેતવણી, શું ફરી લાગશેે તહેવારોને કોરોનાનું ગ્રહણ?

આ પણ વાંચો – વાંધો ઉઠાવ્યો / ભારતે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશને કહ્યું કે કાશ્મીર મામલે હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી

ઉલ્લેખનીય છે કે, ભારતમાં ગુરુવારે કોવિડ-19 નાં 42,982 નવા કેસો આવવાથી, સંક્રમણનાં કુલ કેસોની સંખ્યા વધીને 3,18,12,114 થઈ ગઈ છે, જ્યારે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 4,11,076 થઈ ગઇ છે. ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં અપડેટ કરેલા ડેટા અનુસાર, મૃત્યુઆંક વધીને 4,26,290 થઇ ગયો છે, જેમાં 533 વધુ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સારવાર હેઠળનાં દર્દીઓની સંખ્યા સંક્રમણનાં કુલ કેસોનાં 1.29 ટકા છે, જ્યારે કોવિડ-19 નાં રિકવરનો રાષ્ટ્રીય દર 97.37 ટકા છે. મંત્રાલયે કહ્યું કે, ગુરુવારનાં દિવસે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 723 નો વધારો થયો છે.