OMG!/ જુગાડ શું કહેવાય તે કોઇ ભારતીયો પાસેથી શીખે, જુઓ આ ઘર જે બન્યું છે બોટલથી

તમે બધા જાણતા જ હશો કે દુનિયાભરમાં એવા ઘણા જુગાડ કરનાર લોકો છે જે પોતાના જુગાડથી લોકોને ચોંકાવી દે છે. આવા જુગાડની તસવીરો અત્યારે હેડલાઇન્સમાં છે.

Ajab Gajab News
11 70 જુગાડ શું કહેવાય તે કોઇ ભારતીયો પાસેથી શીખે, જુઓ આ ઘર જે બન્યું છે બોટલથી

તમે બધા જાણતા જ હશો કે દુનિયાભરમાં એવા ઘણા જુગાડ કરનાર લોકો છે જે પોતાના જુગાડથી લોકોને ચોંકાવી દે છે. આવા જુગાડની તસવીરો અત્યારે હેડલાઇન્સમાં છે. તમે બધાએ હંમેશા ઈંટ, પથ્થર કે માટીનાં બનેલા ઘર જોયા હશે, પરંતુ શું તમે પ્લાસ્ટિકની બોટલોથી બનેલા ઘર જોયા છે? કદાચ નહિ!

આ પણ વાંચો – Shocking / વિમાન લેન્ડિંગ સમયે થયુ અસંતુલિત અને પછી જે થયુ તે જોઇ તમારા ઉડી જશે હોશ

જો તમે આ ન જોયુ હોય તો અમને ખાતરી છે કે આ વીડિયો જોયા પછી તમારા હોશ ઉડી જશે. વાસ્તવમાં કોઈએ જુગાડની મદદથી ઈંટ અને સિમેન્ટની મદદથી બોટલમાંથી ઘર બનાવ્યું છે. તમે જોઈ શકો છો કે આ તસવીર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહી છે, પરંતુ હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે તેને ક્યાં અને કોણે બનાવી છે. જો કે, તે ભારતનું જ કહેવામાં આવી રહ્યું છે અને ભારતનાં એક છોકરાએ આવું કંઈક બતાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે. તમે જોઈ શકો છો કે આ સમયે સોશિયલ મીડિયા પર આવી જ એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં ચારે બાજુથી પ્લાસ્ટિકની બોટલોની મદદથી ઝૂંપડું બનાવવામાં આવ્યું છે, પરંતુ તેમાં ઈંટ કે સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ સમયે લોકો આ તસવીર જોઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે અને પોતપોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. જો કે, આ ફોટો ટ્વિટર પર @iwanfals નામનાં એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો, અને અમને ખાતરી છે કે તમે તેને જોયા પછી આશ્ચર્યચકિત થઈ જશો.

આ પણ વાંચો – Wow! / Jio Fiber ને ટક્કર આપવા આવ્યું Tata Play Fiber, યુઝર્સને રૂ. 1,150 નો ફ્રી હાઈ ઈન્ટરનેટ સ્પીડ પ્લાન ઓફર

તમે જોઈ શકો છો કે, યુટ્યુબ પર વાયરલ થયેલા અન્ય એક વીડિયોમાં જોઈ શકાય છે કે એક ભારતીય યુવકે પ્લાસ્ટિકની નકામી બોટલોનો ઉપયોગ કરીને આલીશાન ઘર બનાવ્યું છે. હા અને આ ઘરમાં માત્ર દરવાજા જ નથી, પણ બારીઓ, સ્કાયલાઇટ્સ પણ છે. જેણે આ ઘર જોયું તેઓ સ્તબ્ધ થઈ ગયા. આ વીડિયો ફ્લેમ મીડિયા નામની યુટ્યુબ ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં જોઈ શકાય છે કે વેસ્ટ બોટલનો ઉપયોગ કરીને ઘર તૈયાર કરવામાં આવ્યું છે.