MANTAVYA Vishesh/ લાલ સમુદ્રના તણાવ વચ્ચે ઓમાની બંદર ડુક્મની કમાન ભારતને ; પાકિસ્તાન અને ચીનને કેટલો મોટો આંચકો

લાલ સમુદ્રના તણાવ વચ્ચે  ઓમાની બંદર ડુક્મની કમાન ભારતને સોંપવામાં આવી છે.આ બંદર દ્વારા હવે ભારતીય જહાજોને હુથીઓના હુમલાથી સરળતાથી બચાવી શકાશે.ત્યારે પાકિસ્તાન અને ચીનને કેટલો આંચકો પડ્યો છે, જુઓ અમારો આ વિશેષ અહેવાલ

Top Stories Mantavya Exclusive Mantavya Vishesh
mantavya Vishesh
  • ભારતને ઓમાનમાં મળ્યું વ્યૂહાત્મક બંદર
  • ડુક્મ પોર્ટની કમાન ભારતને સોંપવામાં આવી
  • ડુક્મ પોર્ટ મસ્કતથી 550 કિમી દૂર
  • હવે જહાજોને હુથીઓના હુમલાથી બચાવામાં સરળતા
  • ભારતની બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલની પણ ચારે કોર ચર્ચા
  • બ્રહ્મોસ મિસાઈલનો કુલ ઓર્ડર 7 અબજ ડોલરને પાર

લાલ સમુદ્રના તણાવ વચ્ચે ભારતને ઓમાનમાં વ્યૂહાત્મક બંદર મળ્યું છે. ભારત આ બંદર દ્વારા ખાડી દેશો સાથે સરળતાથી વેપાર કરી શકે છે. આ બંદરનું નામ ડુક્મ છે. ડુક્મ પોર્ટ મસ્કતથી 550 કિમી દૂર આવેલું છે. હવે આ બંદર દ્વારા ભારતીય જહાજોને હુથીઓના હુમલાથી સરળતાથી બચાવી શકાશે. ભારતને ઓમાનમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ પોર્ટ પર સીધો પ્રવેશ મળ્યો છે, ત્યારે આનાથી પર્સિયન ગલ્ફ દ્વારા વેપારને મોટા પ્રમાણમાં સરળ બનાવવાની અપેક્ષા છે. ઓમાનના સુલતાન હૈથમ બિન તારિકની નવી દિલ્હીની મુલાકાતના બે મહિનાથી ઓછા સમયમાં ડુક્મ પોર્ટની કમાન ભારતને સોંપવામાં આવી છે. ડુક્મ પોર્ટ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. આનાથી પશ્ચિમ અને દક્ષિણ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતની ભૂમિકાને વધારવામાં મદદ મળશે. આ પગલું લાલ સમુદ્ર અને પશ્ચિમ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચાલી રહેલા સંકટ વચ્ચે ભારતીય નૌકાદળની ભૂમિકામાં પણ વધારો કરી શકે છે.

ડુક્મ પોર્ટ મહત્વનું છે કારણ કે ડુક્મ પોર્ટ મુંબઈથી પશ્ચિમ તરફ લંબ દિશામાં આવેલું છે. આવી સ્થિતિમાં ભારત ઓમાનના ડુકમ પોર્ટ દ્વારા જમીન માર્ગે સાઉદી અરેબિયા અને તેની બહાર સરળતાથી માલસામાનનું પરિવહન કરી શકે છે. આ સાથે એડનની ખાડી અને લાલ સમુદ્રને અડીને આવેલા વિસ્તારોમાં હુથી વિદ્રોહીઓના હુમલાઓ પર પણ કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરની હિંસાને કારણે દરિયાઈ વેપાર પર ખરાબ અસર પડી છે. આવી સ્થિતિમાં ભારત સાઉદી અરેબિયા મારફતે રોડ માર્ગે વેપાર ચાલુ રાખી શકે છે. તો આ બાબતથી પરિચિત લોકોએ જણાવ્યું હતું, કે ઓમાનનું ડુકમ બંદર દરિયાઈ સહયોગના ક્ષેત્રમાં ભારત માટે લોજિસ્ટિક્સ બેઝ પૂરું પાડશે, તે માનવતાવાદી સહાય અને આપત્તિ રાહતમાં પ્રથમ પ્રતિસાદકર્તા તરીકે ભારતની ભૂમિકાને પણ વધારશે. આ બંદર ભારતીય અને આફ્રિકન બજારોને સપ્લાય કરતી શિપિંગ લાઇન માટે સરળતાથી મળે તેવું છે. પોર્ટની ઍક્સેસ ભારત માટે વ્યૂહાત્મક ફાયદા ધરાવે છે કારણ કે તે ગલ્ફ, હિંદ મહાસાગર અને અરબી સમુદ્રને બાયપાસ કરવાની મંજૂરી આપે છે.

ત્યારે હવે ડુક્મ પોર્ટથી જહાજોના સમારકામની સુવિધા પણ ઉપલબ્ધ થશે…ડુક્મના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં એક સંકલિત શિપ રિપેર યાર્ડ અને ડ્રાય ડોક સુવિધા પણ છે. આવી સ્થિતિમાં જહાજોના સમારકામનું કામ પણ સરળતાથી થઈ શકે છે. આ બંદર ઓમાનની રાજધાની મસ્કતથી 550 કિમી દક્ષિણમાં આવેલું છે,ત્યારે સાઉદી અરેબિયા અને યુનાઈટેડ આરબ અમીરાત દુકમથી રોડ માર્ગે સરળતાથી પહોંચી શકાય છે.

તો ચીન અને પાકિસ્તાનને હવે આંચકો લાગ્યો છે, ચીન અને પાકિસ્તાન લાંબા સમયથી તેમના દરિયાઈ વેપારને હુથી વિદ્રોહીઓના હુમલાઓથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એડનના અખાતની નજીક સ્થિત જીબુટીમાં ચીનનું નૌકાદળનું મથક પણ છે, પરંતુ તે દરિયાઈ વેપાર માટેના જોખમોને રોકવામાં એટલું અસરકારક સાબિત થયું નથી.તો પાકિસ્તાન પણ કરાચીથી જિબુતી સુધી ચીન સાથે પેટ્રોલિંગ કરી રહ્યું છે, પરંતુ તેને એડનની ખાડીમાં ઘૂસવાનો ડર છે. આવી સ્થિતિમાં ભારત ઓમાનના આ બંદરનો ઉપયોગ કરીને ચીન અને પાકિસ્તાન સાથે વધુ વેપાર કરી શકે છે.

આપને જણાવી દઈએ કે ડુક્મ બંદર, કે જેને ડુક્મ પોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે ,એ ઓમાનના અલ વુસ્ટા ગવર્નરેટમાં ડુક્મ ખાતે સ્થિત એક બંદર અને માર્ગ ટર્મિનલ છે.તે શિપ રિપેર યાર્ડ અને ડ્રાય ડોક સુવિધાથી સજ્જ છે. 2012 થી કાર્યરત હોવા છતાં, તે 4 ફેબ્રુઆરી 2022 સુધી અધિકૃત રીતે આંતરરાષ્ટ્રીય સંબંધો અને સહકાર બાબતોના નાયબ વડા પ્રધાન તથાં અંગત પ્રતિનિધિ દ્વારા ખોલવામાં આવ્યું ન હતું.

ડૂકમ બંદરનો કુલ વિસ્તાર 188 ચોરસ કિલોમીટર છે, અને તેમાં ઉદ્યોગ માટે જમીન, ઓઇલ સ્ટોરેજ ટર્મિનલ, વ્યાપારી અને સરકારી બર્થ , ડ્રાય ડોક અને સંબંધિત લોજિસ્ટિકલ જમીનનો સમાવેશ થાય છે. તેના વાણિજ્યિક બર્થમાં ચાર સ્ટેશનો છે, જેમાં લગભગ 1,600 મીટરની લંબાઇવાળા બે કન્ટેનર ટર્મિનલ અને લગભગ 3.5 મિલિયન સ્ટાન્ડર્ડ કન્ટેનરને હેન્ડલ કરવાની વાર્ષિક ક્ષમતાનો સમાવેશ થાય છે, લગભગ 50 લાખ ટનની વાર્ષિક ક્ષમતા સાથે ડ્રાય બલ્ક મટિરિયલ માટેનું ટર્મિનલ છે.

તો ઓગસ્ટ 2017 માં , ઓમાન અને યુકે સરકારે સંયુક્ત રીતે ડૂકમ પોર્ટ પર UK જોઈન્ટ લોજિસ્ટિક્સ સપોર્ટ બેઝની સ્થાપના કરી,  2018 માં, બંદરનો ઉપયોગ 10 દિવસ લાંબી દ્વિપક્ષીય ત્રિ-સેવા લશ્કરી કવાયત સૈફ સરીઆ 3 માટે કરવામાં આવ્યો હતો, અને 2018માં જ ભારત સરકારે જાહેરાત કરી કે તે ભારતીય લશ્કરી જહાજોની જાળવણી માટે ડુક્મ પોર્ટનો ઉપયોગ કરશે.

તો બીજી તરફ સાઉદી અરેબિયામાં ચાલી રહેલા વર્લ્ડ ડિફેન્સ શોમાં ભારતની બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલની વ્યાપક ચર્ચા થઈ રહી છે. દુનિયાભરમાંથી બ્રહ્મોસના ઓર્ડર આવી રહ્યા છે, અને સ્થિતિ એવી છે કે કુલ ઓર્ડર 7 બિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે. તેનું મુખ્ય કારણ બ્રહ્મોસ મિસાઈલની અસાધારણ ક્ષમતા છે. રશિયાના સહયોગથી બનેલી ભારતની આ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ દુનિયાભરમાં ફેવરિટ તરીકે ઉભરી આવી છે. ભારતની આ મિસાઈલ દક્ષિણ પૂર્વ એશિયાથી લઈને લેટિન અમેરિકા, પશ્ચિમ એશિયા, આફ્રિકા અને કાકેશસ ક્ષેત્ર સુધી અજાયબીઓ કરી રહી છે. હાલ સ્થિતિ એ છે કે બ્રહ્મોસ મિસાઈલનો કુલ ઓર્ડર 7 અબજ ડોલરને પાર કરી ગયો છે. નિષ્ણાતોના મતે, સુપરસોનિક મિસાઇલોમાં બ્રહ્મોસ પ્રથમ પસંદગી બની રહી છે અને તેનું સૌથી મોટું કારણ એ છે કે ભારતીય મિસાઇલ તેની મેક 3ની સુપરસોનિક ગતિને કારણે શોધી શકાતી નથી. આનાથી દુશ્મનને બ્રહ્મોસ મિસાઈલ સામે જવાબી કાર્યવાહી કરવા માટે બહુ ઓછો સમય મળે છે.

તો સાઉદી અરેબિયામાં ચાલી રહેલા વર્લ્ડ ડિફેન્સ શોમાં બ્રહ્મોસ એક્સપોર્ટ ડાયરેક્ટર પ્રવીણ પાઠકે ખુલાસો કર્યો હતો કે આ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનો કુલ ઓર્ડર હવે 7 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે, જેમાં ભારતીય અને નિકાસ બંને ઓર્ડરનો સમાવેશ થાય છે. રક્ષા વિશેષજ્ઞોનું કહેવું છે કે રશિયાના સહયોગથી આ મિસાઈલ બનાવ્યા બાદ બ્રહ્મોસની અંદર ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આ માટે ઘણા પૈસાનું રોકાણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, ભારતે સબમરીન, ફાઈટર જેટ, યુદ્ધ જહાજો અને જમીન પર હુમલો કરવા સક્ષમ બ્રહ્મોસ મિસાઈલના વેરિઅન્ટ્સ બનાવ્યા છે.

બ્રહ્મોસ મિસાઈલ ભારત અને રશિયા વચ્ચે એક મોટી સફળતાની ગાથા બની ગઈ છે. એટલું જ નહીં, ભારતે તાજેતરમાં 900 કિમીની રેન્જને મારવામાં સક્ષમ બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કર્યું છે, ત્યારે પ્રારંભિક બ્રહ્મોસની ફાયરપાવર માત્ર 295 કિમી સુધીની હતી. નિષ્ણાતોના મતે આ મિસાઈલનું પરીક્ષણ પણ લગભગ 100 ટકા સફળ રહ્યું છે. આજે ભારત પાસે 12 હજારથી વધુ બ્રહ્મોસ મિસાઈલો છે જેને ભારતીય સેનામાં વિવિધ રીતે સામેલ કરવામાં આવી છે, અને ભારત હવે બ્રહ્મોસની નિકાસ ફિલિપાઈન્સ સહિત વિશ્વભરના દેશોમાં કરવા જઈ રહ્યું છે.

આ સાથે જ ભારત હવે સૈન્ય શસ્ત્રોના ભરોસાપાત્ર સપ્લાયર તરીકે ઉભરી આવ્યું છે. DRDOના નિવૃત્ત વૈજ્ઞાનિક રવિ ગુપ્તાએ કહ્યું કે એક્રોબેટિક્સ અને અસાધારણ ગતિના સંદર્ભમાં તે વિશ્વની એકમાત્ર વાસ્તવિક સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે. દુનિયામાં એવી કોઈ મિસાઈલ નથી જે તેનો મુકાબલો કરી શકે. તેમણે કહ્યું કે આ જ કારણ છે કે વિશ્વભરના દેશો મોટા પાયે બ્રહ્મોસ ખરીદવા માંગે છે. આ સિવાય ભારતમાં બ્રહ્મોસનું ઉત્પાદન પણ અન્ય દેશોની તુલનામાં ખૂબ સસ્તું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગૌતમ અદાણીની ઊંચી છલાંગ, 100 અબજ ડોલર ક્લબમાં પુનઃપ્રવેશ કરતા બન્યા વિશ્વના 12મા સૌથી ધનિક વ્યક્તિ

આ પણ વાંચો:લોકસભા ચૂંટણીમાં ભાજપને દક્ષિણ ભારતમાંથી સમર્થન મળી શકે છે, આ નેતા અમિત શાહ અને જેપી નડ્ડાને મળ્યા

આ પણ વાંચો:હવે સંસદમાં શરૂ થશે ‘પત્ર યુદ્ધ’, મોદી સરકારના 10 વર્ષના કાર્યકાળ પર કોંગ્રેસ લાવશે બ્લેક પેપર

આ પણ વાંચો:કેન્દ્રમાં મંત્રીપદ, યુપીમાં લોકસભાની 4 મોટી બેઠકો, યોગી સરકારમાં પણ હિસ્સો… આ ફોર્મ્યુલા ભાજપ-આરએલડીમાં રચાઈ રહી છે