- અમદાવાદમાં કોરોના 7 કેસ નોંધાયા
- 7 પૈકી 5 કેસ વિદેશથી આવેલા દર્દીઓ
- 2 કેસની કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી મળી
Ahmedabad News: અમદાવાદમાં કોરોનાની એન્ટ્રી થઇ ગઈ છે.શહેરમાં એક બે નહીં પરંતુ એક સાથે સાત કેસ સામે આવ્યા છે. આ સાત દર્દીઓમાંથી પાંચ દર્દીઓ વિદેશથી આવેલ હોવાનું સામે આવ્યું છે. જયારે અન્ય બે દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી નથી. તમામ દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા છે. જણાવીએ દઈએ કે, ગઈકાલે ગાંધીનગરમાં કોરોના વાયરસના બે કેસ મળી આવ્યા હતા.
4 મહિલા અને 3 પુરુષ હાલ હોમ આઇસોલેશનમાં છે. તમામ દર્દીઓ અમદાવાદના નદી પારના પશ્ચિમ વિસ્તારના છે. તમામ પોઝિટિવ દર્દીઓના સેમ્પલ જિનોમ સિક્વન્સિસ માટે મોકલવામાં આવ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓમાં નવો વાઇરસ છે કે નહીં એ રિપોર્ટ અવાય બાદ માલુમ પડશે.
કોરોના સંકટ મુદ્દે રાજ્યો સાથે કેન્દ્રીય આરોગ્ય પ્રધાને યોજી વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્યોના આરોગ્ય પ્રધાનો સાથે બેઠક પણ કરી હતી. કેન્દ્ર તરફથી દરેક રાજ્યને તમામ મદદની ખાતરી આપવામાં આવી છે. તેમણે જણાવ્યુ કે સ્વાસ્થ્ય એ કોઈ રાજકારણનું ક્ષેત્ર નથી, દરેક માટે સહાય ઉપલબ્ધ છે.
આ પણ વાંચો:મેચના દર્શકોએ 1000 કિલો પ્લાસ્ટિક કચરો કાઢ્યો,કોર્પોરેશને દસ બાંકડા બનાવ્યા
આ પણ વાંચો:ગુજરાતમાં ફરી ઘાતક કોરોનાની રિએન્ટ્રી..! જાણો ક્યાં નોંધાયા
આ પણ વાંચો:વડોદરામાં નકલી રોયલ્ટી પાસનો થયો પર્દાપાશ, સરકારી તિજોરીને 3 લાખ ઉપરાંતનું નુકશાન
આ પણ વાંચો:સીએમ ભુપેન્દ્ર પટેલે છઠ્ઠી સ્માર્ટ હેકાથોનને પ્રારંભ કરાવ્યો