Not Set/ બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર, 16 થી 19 ઓગસ્ટ સુધીમાં પડી શકે છે ભારે વરસાદ

અમદાવાદ. ગુજરાત રાજ્યમાં ફરી વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી નબળી પડી ગયેલી વરસાદી સિસ્ટમ ફરી કાર્યરત થઈ ગઈ છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે જે ઉત્તર-પશ્ચિમ ભાગમાં સર્જાયું છે અને આગામી 24 કલાકમાં તેનાંથી ડિપ્રેશન ઉભું થશે. જેથી 16 થી 19 મી ઓગસ્ટ દરમ્યાન રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં […]

Top Stories Ahmedabad Gujarat Others
Ahmedabad Rain બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર, 16 થી 19 ઓગસ્ટ સુધીમાં પડી શકે છે ભારે વરસાદ

અમદાવાદ.

ગુજરાત રાજ્યમાં ફરી વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી નબળી પડી ગયેલી વરસાદી સિસ્ટમ ફરી કાર્યરત થઈ ગઈ છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે જે ઉત્તર-પશ્ચિમ ભાગમાં સર્જાયું છે અને આગામી 24 કલાકમાં તેનાંથી ડિપ્રેશન ઉભું થશે.

જેથી 16 થી 19 મી ઓગસ્ટ દરમ્યાન રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ આગામી 18 અને 19 તારીખે ભારે વરસસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાયક્લોનિક સિસ્ટમ ક્લાઈમેટોલોજિકલ પાથ મુજબ બંગાળની ખાડીથી ઓરિસ્સા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ થઈને ગુજરાત સુધી પહોંચશે.

rain 26 બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર, 16 થી 19 ઓગસ્ટ સુધીમાં પડી શકે છે ભારે વરસાદ
Symbolic Image

હાલ આ લો પ્રેશર ભુવનેશ્વરથી 30 કિલોમીટરના અંતરે છે જે આગામી 24 કલાક દરમ્યાન ગુજરાત પહોંચશે. આ વખતે આ લો પ્રેશર નબળું પડે તેવી સંભાવનાઓ નહિવત છે. જેથી આગામી 16 થી 19 તારીખ સુધીમાં સારો વરસાદ પાડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમા વરસાદ પાડવાની સંભાવના છે. ત્યારે આ વખત કચ્છને પણ વરસાદ મળવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે હવે જગતનાં તાતને પણ ખુશીની લાગણી છવાઈ છે.