Sports/ 94 વર્ષના ભગવાની દેવીએ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ

94 વર્ષના ભગવાની દેવીએ વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનિશપમાં ગોલ્ડ મેડલ જીતીને બતાવી દીધું છે કે સીનિયર સિટીઝન પણ કોઈનાથી કમ નથી.

Trending Sports
ભગવાની દેવીએ

ફિનલેન્ડમાં આયોજિત 2022 વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ સહિત ત્રણ મેડલ જીતીને 94 વર્ષીય ભગવાની દેવીએ અજાયબીઓ કરી હતી. 94 વર્ષીય ભગવાની દેવીને ગોલ્ડ સહિત ત્રણ મેડલ જીતવા બદલ ચારે બાજુથી અભિનંદન મળી રહ્યા છે. હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય અને મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પણ ભગવાની દેવીને ગોલ્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

હરિયાણાના રહેવાસી દેવીને અભિનંદન આપતાં ખટ્ટરે કહ્યું કે 94 વર્ષની ઉંમરે તે આખી દુનિયા માટે પ્રેરણા બની ગયા છે. ભગવાની દેવીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે જીવનમાં કંઈપણ પ્રાપ્ત કરવામાં ઉંમર કોઈ અવરોધ નથી.

દેવીએ 100 મીટર સ્પ્રિન્ટ ઈવેન્ટમાં વરિષ્ઠ નાગરિક વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો, એમ નિવેદનમાં જણાવાયું છે. તેણે આ અંતર 24.74 સેકન્ડમાં પૂર્ણ કર્યું હતું.

રાજ્યપાલ દત્તાત્રેયે પણ તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું, “ફિનલેન્ડમાં વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ સહિત ત્રણ મેડલ જીતવા પર 94 વર્ષની ઉંમરે સમગ્ર વિશ્વ માટે પ્રેરણા સ્ત્રોત બની ગયેલા ભગવાની દેવીને હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ. તમારી આ મહાન સિદ્ધિ યુવાનોમાં રમતગમત પ્રત્યે વધુ ઉત્સાહ પેદા કરશે.

કેન્દ્રીય રમત વિભાગે ટ્વીટ કર્યું કે ભારતની 94 વર્ષીય ભગવાની દેવીએ ફરી સાબિત કર્યું છે કે ઉંમર કોઈ અવરોધ નથી. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે પણ દેવીને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઠાકુરે ટ્વીટ કર્યું, “ઉંમર કોઈ અવરોધ નથી! એકદમ પ્રેરણાદાયી.”

ફિનલેન્ડના ટામ્પરેમાં આયોજિત ચેમ્પિયનશિપમાં હરિયાણાના ભગવાની દેવીએ 100 મીટર સ્પ્રિન્ટ રમતમાં માત્ર 24.74 સેકન્ડનો સમય લઈને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. એટલું જ નહીં તેઓ શોટપુટમાં પણ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યા છે. રમત-ગમત મંત્રાલયે તેમની સફળતા અંગે કહ્યું કે ભગવાની દેવીએ સાબિત કર્યું છે કે સફળતાના માર્ગમાં ઉંમર ક્યારેય અડચણરૂપ બનતી નથી. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની શરૂઆત 1975માં કરવામાં આવી હતી. આ ચેમ્પિયનશિપમાં 35 વર્ષથી વધુની ઉંમરના ખેલાડીઓ ભાગ લઈ શકે છે.

પ્રારંભે માત્ર પાંચ એઈઝ ગ્રુપને સામેલ કરવામાં આવ્યા હતા પરંતુ હવે આ ટૂર્નામેન્ટમાં 12 એઈઝ ગ્રુપમાં વિવિધ રમતો આયોજિત કરવામાં આવે છે. પ્રથમ એઈઝ ગ્રુપમાં 35થી ઉપરની આયુ વર્ગનું છે. જ્યારે બીજું 40થી ઉપર, ત્રીજું 45થી ઉપર, ચોથું 50થી ઉપર, પાંચમું 55થી ઉપર, છઠ્ઠું 60 વર્ષથી ઉપર, સાતમું 65 વર્ષથી ઉપર, આઠમું 70 વર્ષથી ઉપર, નવમું 75 વર્ષથી ઉપર, દસમું 80 વર્ષથી ઉપર, અક્ષીયારમું 85 વર્ષથી ઉપર અને બારમું 90 વર્ષથી ઉપરનું એઈઝ ગ્રુપ છે.

આ ટૂર્નામેન્ટમાં એથ્લેટિક્સની અનેક સ્પર્ધાઓ સામેલ છે. જેમાં 100 મીટર, 200 મીટર, 400 મીટર, 800 મીટર, 1500 મીટર, 500 મીટર રનિંગ, શોર્ટ હર્ડલ (80, 100 અને 110 મીટર), લોંગ હર્ડલમાં 200, 300 અને 400 મીટરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્ટીપલ ચેઈઝ, 4 બાય 100 મીટર રિલે, 4 બાય 400 મીટર રીલે, 5000 મીટર વૉક રેસ, હાઈ જમ્પ, પોલ વોલ્ટ, ત્રિપલ જમ્પ, શોટ પુટ, ડિસ્કસ થ્રો, જેવલિન, હેમર થ્રો, હેપ્ટાથલન, હાફ મેરેથોન, 10 મીટર રોડ વૉક, 20 મીટર રોડ વૉક અને ક્રોસ ક્ધટ્રી રેસ સામેલ છે.

આ પણ વાંચો: ‘ધ ગ્રેટ ખલી’નો ટોલ પ્લાઝાવાળા સાથે થયો ઝગડો, WWE સ્ટારે મારી દીધી થપ્પડ

આ પણ વાંચો: ફરી વિદેશ જવા રવાના થયા રાહુલ ગાંધી, 17 જુલાઈએ પરત ફરશે

આ પણ વાંચો:  દ્રૌપદી મુર્મુનો ગુજરાત પ્રવાસ રદ, સામે આવ્યું આ મોટું કારણ