Not Set/ કાશ્મીરમાં ઇદની ઉજવણી શાંતિપુર્ણ,અમુક ભાગોમાં એટીએમ, ઇન્ટરનેટ-મોબાઇલ શરૂ કરાયા

સમગ્ર દેશમાં ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ)ની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી રહી છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધીની દેશની તમામ મસ્જિદો અને ઇદગાહોમાં નમાજ અદા કરવામાં આવી રહી છે. આ પ્રસંગે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહીવટી તંત્રે વિશેષ વ્યવસ્થા કરી છે. ઈદ નિમિત્તે ત્યાં ખુશી અને ઉજવણીનું વાતાવરણ […]

Top Stories India
aaas કાશ્મીરમાં ઇદની ઉજવણી શાંતિપુર્ણ,અમુક ભાગોમાં એટીએમ, ઇન્ટરનેટ-મોબાઇલ શરૂ કરાયા

સમગ્ર દેશમાં ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ)ની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી રહી છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધીની દેશની તમામ મસ્જિદો અને ઇદગાહોમાં નમાજ અદા કરવામાં આવી રહી છે.

આ પ્રસંગે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહીવટી તંત્રે વિશેષ વ્યવસ્થા કરી છે. ઈદ નિમિત્તે ત્યાં ખુશી અને ઉજવણીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સ્થાનિક મસ્જિદોમાં લોકોએ ઈદ-ઉલ-અઝહાની નમાજ અદા કરી હતી.

કાશ્મીરમાં બકરીઈદને ધ્યાનમાં રાખીને સરકારે ઘણા મહત્વપૂર્ણ પગલા લીધા છે. સ્થાનિક વહીવટ દ્વારા ઘરોમાં એલપીજી,રેશન અને શાકભાજી મોકલવામાં આવી રહ્યા છે. રજાના દિવસે ખીણમાં બેંકો અને આશરે 3,557 રેશનની દુકાનો ખુલી રહેશે.શ્રીનગરમાં 250 જેટલા એટીએમ પર ફરી ચાલુ કરવામાં આવ્યા હતા.

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 માં તાજેતરના ફેરફારો થયા પછી જ આર્ટિકલ 144 લાગુ છે. મોબાઇલ ફોન-ઇન્ટરનેટ સુવિધા બંધ છે. દરમિયાન લોકોને ઈદ પહેલા છૂટ આપવામાં આવી છે, બજાર પણ ભારે ભીડ જોવા મળી રહી હતી અને લોકો ખરીદી માટે નીકળ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે જેથી કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી શકાય.

તહેવારોના દિવસોમાં સામાન્ય લોકોમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે રજા દરમિયાન પણ બેંકને ખુલ્લી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે 3500 થી વધુ રેશન શોપ પણ ખુલી રહેશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલ હજી પણ ખીણમાં છે અને દરેક રીતે નજર રાખી રહ્યાં છે.

કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) ની નમાજ, દિલ્હીના કાશ્મીરી ગેટ પુંજા શરીફ દરગાહ પર અદા કરી હતી.

 મધ્યપ્રદેશમાં પણ લોકોએ ઇદગાહ મસ્જિદમાં બકરી ઈદની નમાજ અદા કરી હતી.

દિલ્હીમાં જામા મસ્જિદની સામે પણ લોકોએ બકરી ઈદની નમાજ અદા કરી હતી. આ દરમિયાન, જામા મસ્જિદની આજુબાજુ હજારો લોકો જોવા મળ્યા હતા.

મહારાષ્ટ્રમાં હમીદિયા મસ્જિદની સામે બકરી ઈદની નમાજ અદા કરી હતી. આ પ્રસંગે, વૃદ્ધ અને બાળકો પણ શામેલ થયા હતા.

ઉત્તર પ્રદેશના અલીગ અલીગઢમાં પણ નમાજ દરમિયાન કડક સુરક્ષા રાખવામાં આવી હતી. લોકોએ શાહ જમાલ ઇદગાહમાં નમાઝ અદા કરી હતી. આ સમય દરમિયાન, ડ્રોન દ્વારા લોકો પર નજર રાખવામાં આવી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.