By-Election Results 2022/ 6 રાજ્યોની 7 વિધાનસભા બેઠકોના આજે પરિણામ, પ્રાદેશિક પક્ષો સામે ભાજપની મોટી કસોટી

આજે (રવિવારે) દેશના 6 રાજ્યોની 7 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો જાહેર થશે. આ માટે તમામ જગ્યાએ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે

Top Stories India
17 3 6 રાજ્યોની 7 વિધાનસભા બેઠકોના આજે પરિણામ, પ્રાદેશિક પક્ષો સામે ભાજપની મોટી કસોટી

આજે (રવિવારે) દેશના 6 રાજ્યોની 7 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો જાહેર થશે. આ માટે તમામ જગ્યાએ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુરુવારે ઉત્તર પ્રદેશના ગોલા ગોકરનાથ, બિહારના મોકામા અને ગોપાલગંજ, મહારાષ્ટ્રના અંધેરી પૂર્વ, તેલંગાણાના મુનુગોડે, ઓડિશાના ધામનગર અને હરિયાણાના આદમપુર માટે ગુરુવારે મતદાન થયું હતું. આ બેઠકો પર ભાજપ અને વિરોધ પક્ષો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે. ઉલ્કેલેખનીય છે કે , જે 7 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાઈ હતી તેમાંથી 6 સીટો ધારાસભ્યોના મૃત્યુ બાદ ખાલી થઈ હતી, જ્યારે તેલંગાણાની મુનુગોડે સીટ કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાયા બાદ ખાલી થઈ હતી. આ તમામ 7 બેઠકોમાંથી 3 ભાજપ, 2 કોંગ્રેસ અને એક-એક બેઠક આરજેડી અને ઉદ્ધવ ઠાકરે જૂથના પક્ષે હતી.