ભાવ વધારો/ દેશમાં મોંઘવારીનો સાપ ડંખ મારવા તૈયાર, બે દિવસની રાહત બાદ આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ

દેશમાં સામાન્ય માણસ આજે કોરોનાવાયરસ મહામારી સામે લડી રહ્યો છે, ત્યારે હવે જે રીતે પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધી રહ્યા છે તે જોતા મોંઘવારી સામે પણ લડવાનું બાકી હોય તેવુ દેખાઇ રહ્યુ છે.

Top Stories Business
123 186 દેશમાં મોંઘવારીનો સાપ ડંખ મારવા તૈયાર, બે દિવસની રાહત બાદ આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ

દેશમાં સામાન્ય માણસ આજે કોરોનાવાયરસ મહામારી સામે લડી રહ્યો છે, ત્યારે હવે જે રીતે પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધી રહ્યા છે તે જોતા મોંઘવારી સામે પણ લડવાનું બાકી હોય તેવુ દેખાઇ રહ્યુ છે. જણાવી દઇએ કે, બે દિવસની રાહત આપ્યા બાદ તેલ કંપનીઓએ સોમવારે ફરીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કર્યો છે.

123 187 દેશમાં મોંઘવારીનો સાપ ડંખ મારવા તૈયાર, બે દિવસની રાહત બાદ આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ

ધરતીકંપ / આસામમાં એકવાર ફરી અનુભવાયા ભૂકંપનાં ઝટકા, રિક્ટર સ્કેલ પર 3.0 નોંધાઇ તીવ્રતા

આજે પેટ્રોલ 26 પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે, બીજી તરફ ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 33 પૈસાનો વધારો થયો છે. આપને જણાવી દઈએ કે, શુક્રવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પેટ્રોલ 28 પૈસા અને ડીઝલનો ભાવ 31 પૈસા પ્રતિ લીટર, જ્યારે ગુરુવારે પેટ્રોલનાં ભાવમાં 25 પૈસા અને ડીઝલનાં ભાવમાં 30 પૈસાનો વધારો થયો હતો. જણાવી દઇએ કે, દરરોજ સવારે 6 વાગ્યે નવી કિંમતો બહાર પાડવામાં આવે છે. જો કે રાજસ્થાનનાં શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ.102 સુધી પહોંચી ગયો છે, અહી છેલ્લા ઘણા સમયથી એક જ રેટ ફિક્સ છે.

પેટ્રોલનાં ભાવમાં વધારો

દેશમાં આજે કોરોનાકાળમાં સામાન્ય માણસને મોંઘવારીનો માર સહન કરવાનો સમય આવી ગયો છે. આજે બે દિવસની રાહત બાદ ફરી પેટ્રોલમાં ભાવ વધારો થયો છે. જણાવી દઇએ કે, દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ 91.53 રૂપિયા પ્રતિ લિટર, મુંબઈમાં 97.86 રૂપિયા પ્રતિ લિટર, કોલકતામાં 91.66 રૂપિયા પ્રતિ લિટર, ચેન્નાઈમાં 93.60 રૂપિયા પ્રતિ લિટર, બેગલુરુંમાં 94.57 રૂપિયા પ્રતિ લિટર, ભોપાલમાં 99.55 રૂપિયા પ્રતિ લિટર, લખનઉમાં 86.56 રૂપિયા પ્રતિ લિટર, પટનામાં 93.77 રૂપિયા પ્રતિ લિટર છે.

123 188 દેશમાં મોંઘવારીનો સાપ ડંખ મારવા તૈયાર, બે દિવસની રાહત બાદ આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ

કોરોના સંકટ / ભારતમાં કોરોનાથી બચવાનો એકમાત્ર ઉપાય વેક્સિન જ છેઃ ફાઉચી

ડીઝલનાં ભાવમાં વધારો

આજે બે દિવસની રાહત બાદ ફરી ડીઝલમાં ભાવ વધારો થયો છે. જણાવી દઇએ કે, દિલ્હીમાં ડીઝલનો ભાવ 82.06 રૂપિયા પ્રતિ લિટર, મુંબઈમાં 89.17 રૂપિયા પ્રતિ લિટર, કોલકતામાં 84.90 રૂપિયા પ્રતિ લિટર, ચેન્નાઈમાં 86.96 રૂપિયા પ્રતિ લિટર, પટનામાં 87.27 રૂપિયા પ્રતિ લિટર, લખનઉમાં 82.43 રૂપિયા પ્રતિ લિટર, ચંડીગઢમાં 81.73 રૂપિયા પ્રતિ લિટર છે.

ગુજરાત: કોરોનાને મ્હાત આપી નાયબ મુખ્યમંત્રીએ કર્યુ ટ્વીટ, લખ્યુ- મને સપોર્ટ આપવા બદલ આભાર

જે રીતે દેશનાં પાંચ રાજ્યોમાં ચૂંટણી પરિણામો સામે આવ્યા અને પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થયો તે જોતા કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યુ હતુ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે મોદી સરકાર પર કટાક્ષ કર્યો હતો, તેમણે ટ્વીટ કર્યું હતું કે, ચૂંટણી પુર્ણ થઈ, લૂંટ ફરી શરૂ થઈ! આપને જણાવી દઇએ કે, ચૂંટણી દરમિયાન પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ચૂંટણી પૂર્ણ થતાં જ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવા માંડશે. અત્યારે તેમનું આ નિવેદન સાચું સાબિત થઈ રહ્યું છે.

123 189 દેશમાં મોંઘવારીનો સાપ ડંખ મારવા તૈયાર, બે દિવસની રાહત બાદ આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ

Health / તો શું ખરેખર કોરોનાથી લોકોને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે? જાણો ડોક્ટર્સ શું કહે છે?

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો શું છે ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત શું છે, તમે તેને તમારા મોબાઇલ દ્વારા જાણી શકો છો. અથવા તો તમે પ્રથમ IOC ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા તમે તમારા મોબાઇલમાં RSP અને તમારા સિટી કોડ લખો અને તેને 9224992249 નંબર પર મોકલો, તમને SMS પર બધી માહિતી મળશે. જણાવી દઇએ કે, દરેક શહેરની RSP નંબર અલગ હશે, જે તમે IOC વેબસાઇટ પરથી શોધી શકો છો.

sago str 8 દેશમાં મોંઘવારીનો સાપ ડંખ મારવા તૈયાર, બે દિવસની રાહત બાદ આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ