PM Birthday/ જામનગરમાં સાંસદ પૂનમબેન માડમે આ રીતે ઉજવ્યો PM મોદીનો જન્મદિવસ

સર્વ રોગ નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં વૃદ્ધો તેમજ યુવાનો સહિતના લોકો જોડાયા હતા. તેમજ દ્વારકા જિલ્લાના મોટી સંખ્યામાં લોકોએ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો અને બ્લડ ડોનેટ પણ કર્યું હતું.

Gujarat Others
મ૨ 2 જામનગરમાં સાંસદ પૂનમબેન માડમે આ રીતે ઉજવ્યો PM મોદીનો જન્મદિવસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72 માં જન્મદિવસ નિમિત્તે દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી.  ત્યારે જામનગરમાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ અને શિવાની ફાઉન્ડેશન દ્વારા બે દિવસ માટે સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

સર્વ રોગ નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં વૃદ્ધો તેમજ યુવાનો સહિતના લોકો જોડાયા હતા. તેમજ દ્વારકા જિલ્લાના મોટી સંખ્યામાં લોકોએ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો અને બ્લડ ડોનેટ પણ કર્યું હતું. સર્વરોગ નિદાન કેમ્પમાં મોટી ઉંમરના વૃદ્ધો ડોક્ટર પાસે નિદાન કરાવી રહ્યા હતા.  ત્યારે તેઓ ભાવુક થયાનાં દ્રશ્યો સામે આવ્યા હતા.

સર્વ રોગ નિદાન કેમ્પમાં તેમજ બ્લડ ડોનેશન માટે મોટી સંખ્યામાં યુવાનો અને સામાજિક સંસ્થાના આગેવાનો તેમજ રાજકીય લોકો પણ જોડાયા હતા.

સવારે શાસ્ત્રોક વિધિ પ્રમાણે કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં કેબિનેટ મંત્રી રાઘવજી , મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ, પૂર્વ સાંસદ તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો ભાજપ સંગઠનના આગેવાનો તેમજ સામાજિક આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં લોકો સર્વ રોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયા હતા.

પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, સર્વ રોગ નિદાન કેમ્પ બે દિવસ ચાલશે અને તેનો લાભ લેવા હાલારની જનતાને અનુરોધ પણ કર્યો હતો.  મોટી સંખ્યામાં સર્વ રોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા. આમ, હાલાર ના સાંસદ પૂનમબેન માડમ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી…