Not Set/ ગુજરાત હાઇકોર્ટ: પીટીશનમાં બાકી રહેલા 45,532 વિદ્યાર્થીઓ માટે હાઇકોર્ટની બીજા રાઉન્ડ માટે સ્પષ્ટ મનાઈ

અમદાવાદ, 25 જુન 2018. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર તમામ માળખાકીય શિક્ષણનું પ્રબંધ કરે તે અંગે સામજિક કાર્યકર ધ્રુવ ચંદ્ર વદન દ્વારા હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવામાં આવી હતી. જેમાં નવા શિક્ષણ વર્ષ 2018 માં આરટીઈ હેઠળ પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓની હાલનો સ્ટેટસ શું છે સાથે જ પ્રક્રિયાથી બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓના […]

Ahmedabad Top Stories Gujarat
lskhakdjhkjshglkjdf ગુજરાત હાઇકોર્ટ: પીટીશનમાં બાકી રહેલા 45,532 વિદ્યાર્થીઓ માટે હાઇકોર્ટની બીજા રાઉન્ડ માટે સ્પષ્ટ મનાઈ

અમદાવાદ,

25 જુન 2018.

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર તમામ માળખાકીય શિક્ષણનું પ્રબંધ કરે તે અંગે સામજિક કાર્યકર ધ્રુવ ચંદ્ર વદન દ્વારા હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવામાં આવી હતી. જેમાં નવા શિક્ષણ વર્ષ 2018 માં આરટીઈ હેઠળ પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓની હાલનો સ્ટેટસ શું છે સાથે જ પ્રક્રિયાથી બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓના બીજા રાઉન્ડની પ્રક્રિયા અંગે સરકાર તરફથી એફિડેવિટ આપવામાં આવી છે.

જેમાં સરકાર દ્વારા આરટીઈ હેઠળ પ્રવેશ પ્રાપ્તી માટે 1 લાખ 87 હજાર વિદ્યાર્થીઓની આવેદન કર્યું હતું. જે સામે સફળ 80 હજાર જેટલા વિદ્યાર્થીઓને જ સ્કૂલ આપવામાં આવી હતી. આ આંકડામાંથી 72,294 વિદ્યાર્થીઓનો પ્રવેશ થઇ ચુક્યો છે. ત્યારે બાકી રહી ગયેલા 45,532 વિદ્યાર્થીઓ માટે સરકાર બીજી કોઈ રાઈટ ટુ એજ્યુકેશન લિસ્ટ જાહેર કરશે કે નહિ તે સવાલ સામે સરકારે આ અંગે અસ્પષ્ટ જવાબ આપ્યા છે. હાઈકોર્ટે બાકી રહેલા તમામ વિદ્યાર્થીઓના પ્રવેશ માટે બીજો રાઉન્ડ બહાર પડવાની જાહેરાત અંગે સ્પષ્ટ મનાઈ કરી દીધી છે. સાથો-સાથ પોતાની આ અંગેની જવાબદારીથી ગુજરાત હાઈકોર્ટ નાસતી ભાગી રહી હોય તેવું જણાઈ રહ્યું છે.

જયારે સામાજિક કાર્યકર ધ્રુવ ચંદ્ર વદનને આગળ શું પગલા લેશે તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમને જણાવ્યું હતું કે, “આવતી કાલે હું લેખિત પ્રત્યુત્તર રજુ કરીશ જેની સુનાવણી બુધવાર 27 જુનનાં રોજ કરવામાં આવશે.