Not Set/ અયોધ્યામાં ગરજ્યા CM યોગી, કહ્યું, “રામ મંદિર બનીને જ રહેશે”

અયોધ્યા, છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં યોજાઈ રહેલી ચૂંટણીઓમાં રામ મંદિરનું નિર્માણ રાજકારણનો મુદ્દો બની રહ્યો છે, ત્યારે આ મુદ્દાને લઇ ભાજપના એક મુખ્યમંત્રીનું મહત્વનું નિવેદન આપ્યું છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના એક કાર્યક્રમમાં જણાવ્યું, “રામ મંદિર બનીને જ રહેશે“. When Lord Ram will shower his blessings on Ayodhya, the Ram Mandir will definitely be built […]

Top Stories India Trending
CM YOGI અયોધ્યામાં ગરજ્યા CM યોગી, કહ્યું, "રામ મંદિર બનીને જ રહેશે"

અયોધ્યા,

છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં યોજાઈ રહેલી ચૂંટણીઓમાં રામ મંદિરનું નિર્માણ રાજકારણનો મુદ્દો બની રહ્યો છે, ત્યારે આ મુદ્દાને લઇ ભાજપના એક મુખ્યમંત્રીનું મહત્વનું નિવેદન આપ્યું છે.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના એક કાર્યક્રમમાં જણાવ્યું, “રામ મંદિર બનીને જ રહેશે“.

અયોધ્યામાં આયોજિત કરાયેલા મહંત નૃત્યગોપાલ દાસના જન્મોત્સવ કાર્યક્રમમાં CM યોગીએ કહ્યું, “રામ મંદિરનો મામલો સમાધાનની તરફ છે અને અયોધ્યામાં રામ મંદિર બનીને જ રહેશે”.

આ દરમિયાન યોગીએ સવાલ કર્યા કે, સંતોને મંદિરના નિર્માણને લઇ સંદેહ શા માટે થઇ રહ્યો છે ?. આ મંદિરનું નિર્માણ સમગ્ર ભારતની ભાવના છે.

તેઓએ જણાવ્યું, “રામ મંદિરના નિર્માણનો હલ જરૂરથી આવશે, સંત સમાજ ધૈર્ય રાખે. જે લોકો ભગવાન રામની જન્મભૂમિના આંદોલનનો વિરોધ કરતા હતા, તેઓના મો માંથી મંદિરની વાત બહાર આવી રહી છે. આ એક કાવતરું પણ હોય શકે છે, આ બાબતે ચેતવીને રહેવું જરૂરી છે.

CM યોગીએ અયોધ્યાના વિકાસ અંગે જણાવ્યું, “અયોધ્યાનો વિકાસ એ પ્રમાણે થવો જોઈએ કે જેન દુનિયા જોવે. થાઇલેન્ડના રાજા પોતે તેઓને ભગવાન રામના વંસજ બતાવે છે. ત્યાના રસ્તાઓનું નામ પણ ભગવાન રામના નામ પર છે. આજે બહુમતી ધરાવતા લોકોની ઈચ્છા છે કે અયોધ્યામાં રામ મંદિર બને”.

રામ મંદિર પર કોંગ્રેસ રચી રહી છે ષડ્યંત્ર

તેઓએ અયોધ્યા ખાતે આયોજિત કરાયેલા આ કાર્યક્રમમાં સાધુ-સંતોને ધ્યાન અપાવ્યું હતું કે, “અમે કાર્યપ્રણાલી અને વિધાનમંડળનું પણ ધ્યાન રાખવું પડશે. આ દરમિયાન તેઓએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું, “કોંગ્રેસ ૨૦૧૯ પછી રામ મંદિર પર સુનાવણીનું ષડ્યંત્ર રચી રહ્યું છે”.

આ પહેલા સોમવાર સવારે યોગી આદિત્યનાથે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને જામિયા મિલિયા યુનિવર્સિટીમાં દલિતોને આરક્ષણ આપવા માટેની માંગ ઉઠાવી હતી. તેઓએ જણાવ્યું, “જે પાર્ટી ભારતીય જનતા પાર્ટીને દલિત વિરોધી ગણી રહ્યા છે, તેઓ આ યુનિવર્સિટીમાં દલીતોને આરક્ષણ અપાવી શક્યા નથી”.