રાહત/ ડેલ્ટા વેરિઅન્ટ કરતા પણ ઓછી અસર છે ઓમીક્રોનની,હળવા લક્ષણો હોવાથી ઘરમાં જ ઇલાજ કરી શકાય

કોરોના વાયરસના નવા વેરિઅન્ટને લઈને દુનિયા ભલે ગભરાટમાં હોય, પરંતુ નવા વેરિઅન્ટ ઓમીક્રોન વિશે જે માહિતી સામે આવી છે તે રાહત આપનારી છે.

Top Stories India
delta ડેલ્ટા વેરિઅન્ટ કરતા પણ ઓછી અસર છે ઓમીક્રોનની,હળવા લક્ષણો હોવાથી ઘરમાં જ ઇલાજ કરી શકાય

દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોના વાયરસના નવા વેરિઅન્ટને લઈને દુનિયા ભલે ગભરાટમાં હોય, પરંતુ નવા વેરિઅન્ટ Omicron વિશે જે માહિતી સામે આવી છે તે રાહત આપનારી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેની અસર કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટ કરતા ઓછી છે. ઓમીક્રોન વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓમાં ખૂબ જ હળવા લક્ષણો હોય છે અને તેમની ઘરે સારવાર કરી શકાય છે. દક્ષિણ આફ્રિકાના ડૉક્ટરે કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત દર્દીમાં ખૂબ જ હળવા લક્ષણો છે, દર્દીઓમાં માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, શરદી સહિતના નાના લક્ષણો દેખાય છે. ઘરમાં રહીને તેનો ઈલાજ કરી શકાય છે.

દક્ષિણ આફ્રિકાના મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ. એન્જેલિક કોએત્ઝીએ જણાવ્યું હતું કે તેમના ક્લિનિકમાં સાત દર્દીઓ આવ્યા હતા જેમણે ડેલ્ટા વેરિઅન્ટથી અલગ લક્ષણો દર્શાવ્યા હતા અને ‘ખૂબ જ હળવા’ હતા. દર્દીઓએ શરીરમાં દુખાવો અને માથાનો દુખાવોની ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું કે હવે જે દર્દીઓ આવી રહ્યા છે તેમનામાં ખૂબ જ હળવા લક્ષણો છે, તેમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી.