Not Set/ રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ, 13 જળાશયોમાં 100 ટકા પાણીની આવક

ગુજરાત રાજ્યના 203 જળાશયોમાંથી 13 જળાશયોમાં 100 ટકા પાણીની આવક થઇ છે. તેમજ 31 જળાશયોમાં 70થી 100 ટકા પાણીનો જથ્થો આવ્યો છે. તથા 25 જળાશયોમાં 50થી 70 ટકા અને 50 જળાશયોમાં 25થી 50 ટકા તેમજ 85 જળાશયોમાં 25 ટકાથી ઓછો પાણીનો જથ્થો છે. રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે.અત્યાર સુધીના આંકડા તપાસીએ તો રાજ્યમાં […]

Top Stories Gujarat Others Trending
34505463 રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ, 13 જળાશયોમાં 100 ટકા પાણીની આવક

ગુજરાત

રાજ્યના 203 જળાશયોમાંથી 13 જળાશયોમાં 100 ટકા પાણીની આવક થઇ છે. તેમજ 31 જળાશયોમાં 70થી 100 ટકા પાણીનો જથ્થો આવ્યો છે. તથા 25 જળાશયોમાં 50થી 70 ટકા અને 50 જળાશયોમાં 25થી 50 ટકા તેમજ 85 જળાશયોમાં 25 ટકાથી ઓછો પાણીનો જથ્થો છે.

રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે.અત્યાર સુધીના આંકડા તપાસીએ તો રાજ્યમાં સરેરાશ 62.03 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા તપાસીએ તો ખેડા જિલ્લાના કપડવંજમાં સૌથી વધારે છ ઇંચ વરસાદ પડ્યો છે.

રાજ્યના ડેમમાં પાણીની આવક અને જથ્થો

ઉકાઈ ડેમમાં 28.99 ટકા પાણીનો જથ્થો, 20,022 ક્યુસેક પાણીની આવક

દમણ ગંગા ડેમમાં 65.37 ટકા પાણીનો જથ્થો, 11,1195 ક્યુસેક પાણીની આવક

વણાંકબોરી ડેમમાં 99.99 ટકા પાણીનો જથ્થો, 6000 ક્યુસેક પાણીની આવક

કરજણ ડેમમાં 70.07 ટકા પાણીનો જથ્થો, 5021 ક્યુસેક પાણીની આવક

પાનમ ડેમમાં 74.75 ટકા પાણીનો જથ્થો, 4665 ક્યુસેક પાણીની આવક

કડાણા ડેમમાં 41.77 ટકા પાણીનો જથ્થો, 3110 ક્યુસેક પાણીની આવક

ધરોઈ ડેમમાં 28.90 ટકા પાણીનો જથ્થો, 2222 ક્યુસેક પાણીની આવક

સુખી ડેમમાં 45.23 ટકા પાણીનો જથ્થો, 1145 ક્યુસેક પાણીની આવક

રાજ્યમાં ડેમની સ્થિતિ

ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 32.20 ટકા પાણીનો જથ્થો

મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 52.19 ટકા પાણીનો જથ્થો

દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 34.50 ટકા પાણીનો જથ્થો

કચ્છના 20 ડેમોમાં માત્ર 9.99 ટકા પાણીનો જથ્થો

સૌરાષ્ટ્રના 138 ડેમમાં 44.13 ટકા પાણીનો જથ્થો

જ્યારે પંચમહાલના ગોધરામાં 5.36 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યના જળાશયોમાં પાણીના જથ્થાની વાત કરીએ તો ફક્ત 13 ડેમ જ એવા છે જે સંપૂર્ણ રીતે ભરાયેલા છે.