Not Set/ મહાજંગ – 2019 : પાટણ બેઠકની ચૂંટણીજંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

પાટણને વીર વનરાજ ચાવડાની નગરી તરીકે ઓળખાય છે. પાટણ એક ઐતિહાસિક નગરી છે જેણે ઘણા ઉતાર ચઢાવ જોયા છે. પાટણ લોકસભા પર ભાજપ- કોંગ્રેસ બન્નેનું પ્રભુત્વ રહ્યું છે. મતબેંકનાં સમીકરણો અને હાલની રાજકીય સ્થિતી જોતાં કોંગ્રેસ માટે જીતની ઉજળી તક છે. પાટણ લોકસભામાં સમાવિષ્ટ 7 વિધાનસભા સીટોમાં પાટણ, ચાણસ્મા, સિદ્ધપુર, રાધનપુર, વડગામ, કાંકરેજ અને ખેરાલુનો […]

Top Stories
PATAN મહાજંગ – 2019 : પાટણ બેઠકની ચૂંટણીજંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

પાટણને વીર વનરાજ ચાવડાની નગરી તરીકે ઓળખાય છે. પાટણ એક ઐતિહાસિક નગરી છે જેણે ઘણા ઉતાર ચઢાવ જોયા છે. પાટણ લોકસભા પર ભાજપ- કોંગ્રેસ બન્નેનું પ્રભુત્વ રહ્યું છે. મતબેંકનાં સમીકરણો અને હાલની રાજકીય સ્થિતી જોતાં કોંગ્રેસ માટે જીતની ઉજળી તક છે. પાટણ લોકસભામાં સમાવિષ્ટ 7 વિધાનસભા સીટોમાં પાટણ, ચાણસ્મા, સિદ્ધપુર, રાધનપુર, વડગામ, કાંકરેજ અને ખેરાલુનો સમાવેશ થાય છે. આ બેઠક પર મતદારોની કુલ સંખ્યા 17,38,513 છે. આ બેઠક પર જાતિવાદ ગણિતની વાત કરીએ તો પેટેલ 11થી 13, વાણીયા 2થી 4, એસસી 27થી 29, મુસ્લિમ 6થી 8, બ્રાહ્મણ 6થી 8, રાજપૂત 6થી 8 અને અન્ય 18થી 20 ટકા છે.  અહી સૌથી વધુ  મતદારો ક્ષત્રિય ઠાકોર સમાજનાં છે. પાટણ લોકસભા બેઠક પર ઓબીસી વર્ગનો પણ દબદબો જોવા મળ્યો છે.

Patan map મહાજંગ – 2019 : પાટણ બેઠકની ચૂંટણીજંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

પાટણનો ઇતિહાસ

ઐતિહાસિક નગરી પાટણ ની સ્થાપના વીર વનરાજ ચાવડા એ વિક્રમ સંવત ૮૦૨ નાં મહાવદ સાતમનાં રોજ તેઓનાં મિત્ર અહિલ ભરવાડનાં નામ પરથી અનણહીલપુર પાટણ નામ આપી નગરની રચના કરી હતી અને ત્યાર બાદ આ ઐતિહાસિક નગરીએ અનેક રાજવીઓનાં શાસનકાળ દરમિયાન ચઢાવ ઉતાર જોયા હતા, જેમાં વિક્રમ સંવત ૮૦૨ થી વિક્રમ સંવત ૯૯૮ એમ ૧૯૬ વર્ષ સુધી ચાવડા વંશજો એ રાજ કર્યું હતું. જેમાં અણહીલ ,ખેમજ, ભુવડ જેવા વંશ થઇ ગયા,  જે બુહદ ગુજરાતી તરીકે ઓળખાતા હતા. ત્યારબાદ સોલંકી વંશમાં મૂળરાજસિંહ સોલંકી, ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ જેવા સમર્થ રાજાઓ થઇ ગયા. જેમને તેમના સમયગાળામાં અનેક સ્થાપત્યો બંધાવ્યા હતા જેને આજનો વર્તમાન યુગ સોલંકી શાસનનો સુર્વણ યુગ ગણે  છે તે વિરાસતો પૈકી અનેક પ્રાચીન સ્મારકો અને મંદિરો આજે પણ અડીખમ ઉભા છે અને ઈતિહાસની શાક્ષી પૂરી રહ્યા છે.

પાટણ લોકસભા બેઠક પર આ બે બળીયાઓ વચ્ચે છે ખરાખરીનો જંગ

pjimage 39 મહાજંગ – 2019 : પાટણ બેઠકની ચૂંટણીજંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

ભરતસિંહજી એસ. ડાભી  (ભાજપ ઉમેદવાર 2019)

છેલ્લા ૧૪ વર્ષથી ભાજપમાં સક્રિય

૨૦૦૭, ૨૦૧૨, ૨૦૧૭ સળંગ ત્રણ ટર્મ થી  ખેરાલુનાં ધારાસભ્ય

૧૯૮૨ માં ઈશાક્પુરા, સતલાસણાનાં  સરપંચ બન્યા

૧૯૮૫ ખેરાલુ તાલુકા પંચાયત સદસ્ય

૨૦૦૨  મહેસાણા જીલ્લા પંચાયત સદસ્ય

 

 

 

 

 

જગદીશ ઠાકોર (કોંગ્રેસ ઉમેદવાર ૨૦૧૯)

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીનાં વાઈસ પ્રેસિડેન્ટ તરીકેનો અનુભવ

૧૯૯૮ ગુજરાત  કોંગ્રેસ ઓબીસી સેલ પ્રમુખ

૧૯૯૮ માં કપડવંજ લોકસભા ચૂંટણી  કોંગ્રેસ માટે લડ્યા પરંતુ  જય્સીન્હ ચૌહાણ સામે હાર થઇ હતી

૨૦૦૨ દહેગામથી કોંગ્રેસ ધારાસભ્ય

૨૦૦૭  દહેગામથી  કોંગ્રેસ ધારાસભ્ય

૨૦૦૯ માં પાટણથી પૂર્વ સાંસદ રહી ચુકેલા છે

૨૦૧૪ ગુજરાત કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક