Not Set/ બુલંદ શહેર હિંસા : સ્થાનિક મૃતક સુમિતના પિતાને આજે મળશે સીએમ યોગી

લખનૌ બુલંદ શહેર હિંસામાં મૃત પામેલા સ્થાનિક યુવક સુમિતના પિતા આજે સીએમ યોગીને મળવાના છે. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને તેઓ લખનૌમાં મળવાના છે. સુમિતના પિતાએ ૧૮ ડીસેમ્બરના રોજ સીએમ હાઉસની બહાર આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં બુલંદ શહેર જીલ્લામાં કોતવાલી ગામમાં સોમવારે ગૌહત્યા વિરુદ્ધ હિંસા ભડકી હતી. આ હિંસામાં ઇન્સ્પેકટર […]

Top Stories India Trending Politics
Sumit and his Father Amarjeet 1544418174 બુલંદ શહેર હિંસા : સ્થાનિક મૃતક સુમિતના પિતાને આજે મળશે સીએમ યોગી

લખનૌ

બુલંદ શહેર હિંસામાં મૃત પામેલા સ્થાનિક યુવક સુમિતના પિતા આજે સીએમ યોગીને મળવાના છે. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને તેઓ લખનૌમાં મળવાના છે.

Related image

Image result for sumit who died in bulandshahr violence

સુમિતના પિતાએ ૧૮ ડીસેમ્બરના રોજ સીએમ હાઉસની બહાર આત્મહત્યા કરવાની ધમકી આપી હતી.

તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં બુલંદ શહેર જીલ્લામાં કોતવાલી ગામમાં સોમવારે ગૌહત્યા વિરુદ્ધ હિંસા ભડકી હતી. આ હિંસામાં ઇન્સ્પેકટર સુબોધ કુમાર  સહિત એક સ્થાનિક યુવક સુમિતનું મૃત્યુ થયું હતું.

Related image

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ બુલંદશહેર હિંસામાં મૃત પામેલા પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ સિંહના પરિવારને પણ મળ્યા હતા.

લખનૌમાં સીએમના નિવાસસ્થાને સુબોધસિંહના પરિવારની મુલાકાત રાખવામાં આવી હતી.

૩ ડીસેમ્બરના રોજ ગૌહત્યા મામલે હિંસા મામલે પોલીસ હાલ પણ આ કેસમાં સંડોવાયેલા આરોપીની તપાસ કરી રહી છે. બુલંદ શહેર હિંસા મામલે પોલીસે અત્યાર સુધી ૧૭ લોકોની ધરપકડ કરી છે. આ ૧૭ લોકોમાંથી ૧ આરોપીએ આત્મસમર્પણ કરી દીધું છે.