ઓમિક્રોન/ ભારતમાં ઓમિક્રોનના કેસ ધીમી ગતિએ વધી રહ્યા છે,દેશમાં 127 કેસ નોંધાયા…

દેશમાં પણ ધીમી ગતિએ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે,આજે 127 કેસ સરકારી દફતરે નોંધાયા છે. દેશમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનથી ચેપગ્રસ્ત દર્દીઓમાં હવે તેજી જોવા મળી રહી છે

Top Stories India
omicron 4 ભારતમાં ઓમિક્રોનના કેસ ધીમી ગતિએ વધી રહ્યા છે,દેશમાં 127 કેસ નોંધાયા...

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી વિશ્વમાં હાહાકાર મચી જવા પામ્યો છે ,આ વેરિઅનેટ ખુબ ઝડપથી ફેલાય છે જેનો ઉત્તમ ઉદાહરણ બ્રિટન દેશ છે.દેશમાં પણ ધીમી ગતિએ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે,આજે 127 કેસ સરકારી દફતરે નોંધાયા છે. દેશમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનથી ચેપગ્રસ્ત દર્દીઓમાં હવે તેજી જોવા મળી રહી છે. કોરોના વાયરસનું ખતરનાક સ્વરૂપ હવે 12 રાજ્યોમાં ફેલાઈ ગયું છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 48, દિલ્હીમાં 22, રાજસ્થાનમાં 17, કર્ણાટકમાં 14, કેરળમાં 11, તેલંગાણામાં 8, ગુજરાતમાં 5, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ (1) તમિલનાડુ (1) બંગાળ (1) અને ચંદીગઢમાં (1) દર્દીઓ મળી આવ્યા છે.મહારાષ્ટ્રમાં 8 અને કર્ણાટકમાં 6 કેસમળી આવ્યા છે.

કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના આઠ નવા કેસ મહારાષ્ટ્રમાં અને છ કર્ણાટકમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં મુંબઈમાં ચાર, સાતારામાં ત્રણ અને પુણેમાં એક કેસ નોંધાયા છે કર્ણાટકના આરોગ્ય પ્રધાન ડૉ. સુધાકર કેએ જણાવ્યું હતું કે દક્ષિણ કન્નડમાં કુલ પાંચમાં બે શૈક્ષણિક સંસ્થાઓમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે. તે જ સમયે, બ્રિટનથી પરત આવેલ એક વ્યક્તિ પણ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યો છે. આ સાથે અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 48 અને કર્ણાટકમાં 14 લોકો ઓમિક્રોનથી પ્રભાવિત થયા છે. આ સિવાય કેરળમાં પણ ઓમિક્રોનના કેસ વધીને 11 થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કેયુકે સરકાર ક્રિસમસ પછી બે અઠવાડિયાના ટૂંકા લોકડાઉનની યોજના બનાવી રહી છે. તેનો ઉદ્દેશ્ય ઝડપથી ફેલાતા Omicron વેરિઅન્ટને રોકવાનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ માટે ડ્રાફ્ટ નિયમો તૈયાર કરવામાં આવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ મુજબ, કામ માટે જ ઘરની બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવશે.