Gujarat News : ગુજરાતનો નાગરાજ નામનો પાડો પુષ્કરના મેળામાં સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે. રોજનો 15 કિલો ખોરાક આરોગતો આ પાડો અંદાજે સવા કરોડ રૂપિયાની કિંમતનો છે. તેનો મહિનાનો ખર્ચ 15 હજાર રૂપિયા જેટલો થાય છે. રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં જોવા મળતા કરોડોની કિંમતના પાડા હવે બનાસકાંઠામાં પણ જોવા મળી રહ્યા છે. વડગામ તાલુકાના ધોતા ગામના એક ખેડૂતે પાડાનો ઉછેર કર્યો હતો, જે પાડાની રાજસ્થાનના પુષ્કરના મેળામાં સવા કરોડની બોલી બોલાઈ હતી. આ નાગરાજ પાડાએ ભારત દેશમાં બીજો અને ગુજરાતમાં પ્રથમ નંબર મેળવ્યો હતો.
આ ખેડૂતને ત્યાં સવા કરોડની કિંમતનો પાડો છે તેની જાણ થતાં જ આજુબાજુ માથી લોકો આ પાડાને જોવા આવી રહ્યા છે અને પાડા સાથે સેલ્ફી લઈ રહ્યા છે.બનાસકાંઠા જિલ્લો એ પશુપાલન અને ખેતી આધારિત જિલ્લો છે. અનેક લોકો પશુપાલન રાખી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. પશુઓને પોતાના બાળકની જેમ ઉછેર કરતા હોય છે, ત્યારે બનાસકાંઠાના વડગામ તાલુકાના ધોતા ગામમાં એક પશુપાલકે પોતાના ઘરે નાગરાજ નામના પાડાનો ઉછેર શરૂ કર્યો હતો. આ પાડો અત્યારે ચાર વર્ષનો થયો છે.નાગરાજ પાડાનો ઉછેર કરતા પશુપાલક દલપત સિહનું કહેવું છે કે, નાનપણથી જ પોતાનું બાળક હોય તેમ જ ઉછેર કર્યો છે. અત્યારે તે ચાર વર્ષનો થયો છે. નાનો હતો ત્યારથી જ તેને બે ટાઈમ સ્નાન કરાવવાનું, તેલની માલીશ કરવાની અને પોષ્ટીક ખોરાક આપવાનું ચાલુ હતું. દિવસમાં અત્યારે 15 કિલો પશુ દાણ, તેલ ગોળ સહિતનો ખોરાક આપવામાં આવે છે.
તેને બે ટાઈમ ચોખ્ખા પાણીથી નવરાવામાં આવે છે તેલની માલિશ કરવામાં આવે છે. હાલ તેનું વજન 1000 કિલો જેટલું છે. જેની દેખ રેખ માટે ઘરમાં બે લોકો હાજર જ રહે છે. આ પાડાનો એક મહિનાનો 15થી 17 હજાર જેટલો ખર્ચ આવે છે.થોડા સમય પહેલા મોબાઇલ અને ટીવીમાં રાજસ્થાનમાં ભરાતા પુષ્કરના પશુ મેળા વિશે જાણ્યું હતું. સમગ્ર ભારતનો પશુઓનો પુષ્કર મેળો ત્યા ભરાય છે. જેથી અમે આ પાડાને લઈને તે મેળામાં ગયા હતા. જ્યાં દેશભરમાંથી 15 થી 16 જેટલા પાડા આવ્યાં હતા. જે પાડાની કેટેગરીમાં આ મૂરા નસલ નાં નાગરાજ પાડાએ સમગ્ર ભારતમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો અને તેની એક કરોડ 25 લાખ જેટલી બોલી બોલાઈ હતી.
જોકે, અમે તેને વેચવા માટે નહોતા ગયા. આ પાડાને ખરિદવા એક કરોડ 25 લાખથી વધુની કિંમત આપવા વેપારીઓ તૈયાર છે પણ આ પાડો અમારે વેચવો નથી. ઘરના સભ્ય તરીકે આનો ઉછેર કર્યો છે નાગ પાંચમાં દિવસે આ પાડાનો જન્મ થયો હતો તેથી એનું નામ નાગરાજ રાખવામાં આવ્યું છે. પુષ્કળના મેળામાં હરિયાળાનો એક પાડો હતો તેનો પહેલો નંબર આવ્યો હતો, જ્યારે આ પાડાનો બીજો નંબર આવ્યો હતો. એના વજન, ઊંચાઈ, લંબાઈ તેમજ તેની જે જાત છે તે આધારથી નંબર આપવામાં આવ્યો છે. અમારે આ પાડાને અમારા ફાર્મ ઉપર રાખવો છે. પશુપાલકનો શોખ અને તેની દિવસ રાતની મહેનતથી સવા કરોડનો પાડો અમે ઉછેર્યો છે, જેનું ગર્વ થઈ રહ્યું છે.સ્થાનિક લોકોનું કહેવું છે કે, પશુપાલક દિલીપભાઈએ આ પાડાને ઉછેરવામાં ખૂબ જ મહેનત કરી છે. આ પાડાએ સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં જે નામ રોશન કર્યું છે તેનો અમને પણ ગર્વ છે.
અમે જોવા આવ્યાં ત્યારે ખબર પડી કે ખરેખર આ પાડાને જોતા જ લાગ્યું કે આ પાડાનો ઉછેર કરવામાં પશુપાલકે ખૂબ મહેનત કરી છે. જેના કારણે નંબર મેળવી શક્યો છે.મહત્વની વાત તો એ છે કે, આ પાડો એકદમ શાંત સ્વભાવનો છે. ઘણીવાર જાનવરોથી લોકોને ડર લાગતો હોય છે, પરંતુ આ પાડાને જોઈને કોઈ ગભરાતું નથી, તેની નજીક જઈને લોકો સેલ્ફી લે છે ફોટા પાડે છે. આ શાંત સ્વભાવનો પાડો કોઈને નુકસાન પહોંચાડતો નથી. જેના કારણે લોકોને તેની પાસે જઈ સેલ્ફી લેવી ફોટા પડાવવા ગમે છે. લોકો તેને જોઈને પણ આનંદ અનુભવી રહ્યા છે.
આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કૌભાંડ, ધોળકાના રૂપાલ ગામમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા
આ પણ વાંચો:સર્જરીમાં મૃત્યુઆંક વધ્યો 2 નહીં પરંતુ 5 લોકોના મોત,ખ્યાતિ હોસ્પિટલ કાંડમા મોટો ખુલાસો
આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલે ગાંધીનગર જિલ્લાના શેરથા ગામમાં પણ બોરીસણા જેવો જ કાંડ કર્યો
