Ahmedabad News/ અમદાવાદ સ્થિત આંબાંવાડીમાં એપાર્ટમેન્ટની પાણીની ટાંકી તૂટી પડી, 10 થી વધુ લોકોને બચાવી લેવાયા

એક વૃદ્ધાને પગમાં ફ્રેક્ચર થયું હતું જેમને પણ સીડી દ્વારા નીચે ઉતારવામાં આવ્યા હતા

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદમાં વરસાદ વચ્ચે આંબાવાડી વિસ્તારમાં એક એપાર્ટમેન્ટની પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી. જેમાં ફસાયેલા લોકોને ફાયર કર્મચારીઓએ સલામત રીતે બહાર કાઢ્યા હતા. ગુજરાતના અનેક જિલ્લામાંઓમાં વરસાદી માહોલ જામ્યો છે, ક્યાંક અનારાધાર તો ક્યાંક થોડા થોડા અંતરાલ બાદ વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન ક્યાંક રસ્તામાં ભૂવા પડવા અને જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે આજે (29મી જૂન) અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલા બીરજુ એપાર્ટમેન્ટમાં પાણીની ટાંકી તૂટી પડી હતી. આ ઘટનામાં 10થી વધુ ફસાયા હતા, જેમને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરાયા હતા.

મળતી માહિતી અનુસાર, આંબાવાડી વિસ્તારમાં આવેલા બીરજુ એપાર્ટમેન્ટમાં બે હજાર લીટરની પાણીની ટાંકી તૂટી પડી હતી. જેના કારણે ટાંકીની નીચે આવેલો સ્લેબ પણ ધરાશાયી થયો હતો. જેમાં 10 વધુ લોકો ફસાયા હતા. આ ઘટના જાણ ફાયર વિભાગને થતા ઘટનાસ્થળે પહોંચીને તમામ લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું.

જો કે, એક વૃદ્ધાને પગમાં ફ્રેક્ચર થયું હતું જેમને પણ સીડી દ્વારા નીચે ઉતારવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, આ સ્લેબ તૂટવાનો અવાજ એટલો મોટો હતો કે, આસપાસના લોકો પણ ડરી ગયા હતા. આ ઘટના બાદ અફરાતફરીનો માહોલ છવાયો હતો. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ મોટી જાનહાની સર્જાઈ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદની દીકરીઓ બની કરાટે ગર્લ! માર્શલ આર્ટમાં કર્યું નામ રોશન

આ પણ વાંચો:કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતનો દબદબો, પેરા ટેબલ ટેનિસમાં ભાવિના પટેલે રચ્યો ઈતિહાસ

આ પણ વાંચો:ટેબલ ટેનિસમાં સિંગાપોરને હરાવી ભારતે વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો