Ahmedabad News/ એરપોર્ટ પર ફરી ઝડપાયું સોનુ, એર ઈન્ટેલિજન્સ યુનિટે 382.170 ગ્રામ સોનુ કર્યુ જપ્ત, સોનાની કિંમત અંદાજે 34 લાખથી પણ વધારે

અમદાવાદ એરપોર્ટ પર ફરી સોનુ ઝડપાયું, અંદાજે 34 લાખથી વધુની કિંમતનું સોનું જપ્ત કરાયું છે. અગાઉ પણ 2.76 કરોડનું સોનુ ઝડપાયું હતું. અમદાવાદ એરપોર્ટ દાણચોરીનું હબ બન્યુ……

Gujarat Top Stories Ahmedabad Breaking News
Yogesh Work 2025 03 25T224102.604 એરપોર્ટ પર ફરી ઝડપાયું સોનુ, એર ઈન્ટેલિજન્સ યુનિટે 382.170 ગ્રામ સોનુ કર્યુ જપ્ત, સોનાની કિંમત અંદાજે 34 લાખથી પણ વધારે

Ahmedabad News : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની એર ઈન્ટેલિજન્સ યુનિટે ફરી એકવાર સોનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. દુબઈથી અમદાવાદ આવતી ફ્લાઈટના એક શંકાસ્પદ મુસાફરને અટકાવીને તેની તપાસ કરતાં તેના ટ્રાઉઝરમાં છુપાવેલું સોનું મળી આવ્યું હતું.

એર ઈન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ મુસાફરની ઝીણવટભરી તપાસ કરતાં તેના ટ્રાઉઝરના અંદરના ભાગે સોનાના બે પાઉચ સંતાડેલા મળી આવ્યા હતા. આ પાઉચ ખોલીને તપાસ કરતાં તેમાંથી 382.170 ગ્રામ વજનનું શુદ્ધ સોનું મળી આવ્યું હતું. જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમત આશરે 34 લાખ રૂપિયાથી પણ વધારે આંકવામાં આવી રહી છે.

કસ્ટમ વિભાગના અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને મુસાફરની ધરપકડ કરી લીધી છે અને તેની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં મુસાફરે જણાવ્યું કે તે દુબઈથી સોનું લાવ્યો હતો અને અમદાવાદમાં કોઈ વ્યક્તિને આપવાનો હતો. જો કે, આ સોનું કોને આપવાનું હતું અને આ દાણચોરીના નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.

અમદાવાદ એરપોર્ટ પર આ પ્રકારની સોનાની દાણચોરીના બનાવો અવારનવાર બનતા રહે છે. કસ્ટમ વિભાગ દ્વારા એરપોર્ટ પર સઘન તપાસ કરવામાં આવે છે, જેના કારણે દાણચોરોને પકડવામાં સફળતા મળી રહી છે.

અગાઉ, 2.76 કરોડનું સોનુ ઝડપાયું હતું. અમદાવાદ એરપોર્ટ પરથી 2.76 કરોડનું સોનુ ઝડપાતા ચકચાર મચી ગઈ છે. જેમાં 1 કિલોગ્રામના 3 ગોલ્ડબાર અને 2 સોનાની ચેઈન ઝડપાઈ છે. આ સોનું એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા ઝડપી લેવામાં આવ્યું હતું, તપાસમાં અબુધાબીથી આવેલા 2 પ્રવાસીઓ પાસેથી આ સોનુ મળી આવ્યું હતું. જેમાં બન્ને આરોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ આ સોનુ કોની પાસેથી લાવ્યા અને કોને આપવાના હતા તે અંગે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે

હાલમાં કસ્ટમ વિભાગ દ્વારા પકડાયેલા મુસાફર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ સમગ્ર મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે. એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર વધુ એક દાણચોરીનો કેસ,3.53 કરોડના હીરા સાથે 2ની ધરપકડ

આ પણ વાંચો: વધુ એકવાર દાણચોરી, અમદાવાદ એરપોર્ટ પર 1.29 કરોડનું સોનું કરાયું જપ્ત, 5 દિવસ પહેલા 42 લાખનું સોનું પકડાયું હતું

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 2.76 કરોડનું સોનુ