Ahmedabad News/ વધુ એકવાર દાણચોરી, અમદાવાદ એરપોર્ટ પર 1.29 કરોડનું સોનું કરાયું જપ્ત, 5 દિવસ પહેલા 42 લાખનું સોનું પકડાયું હતું

અમદાવાદ એરપોર્ટ પર 2 મુસાફરો દ્વારા સોનાની ગેરકાયદે દાણચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો. એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)એ આ 2 મુસાફરોને ઝડપી પાડ્યા છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ મોટી કાર્યવાહી કરી છે. થાઈલેન્ડથી અમદાવાદ આવેલા 2 મુસાફરો પાસેથી 1.45 કિલોગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત આશરે 1 કરોડ 29 લાખ રૂપિયા છે.

AIU ના અધિકારીઓએ ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી. થાઈલેન્ડથી અમદાવાદ આવેલી ફ્લાઈટના 2 મુસાફરોની શંકાસ્પદ ગતિવિધિઓને કારણે તેઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેમના સામાનમાંથી સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા.

આ ઘટનામાં પકડાયેલા બંને મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. AIU ના અધિકારીઓએ આ સોનાની દાણચોરીના નેટવર્કની તપાસ શરૂ કરી છે અને આ કેસમાં અન્ય લોકોની સંડોવણીની શક્યતા પણ ચકાસવામાં આવી રહી છે.

અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે રૂ. 50 કરોડના સોનાની દાણચોરી ઝડપી પાડી છે. 5 દિવસ પહેલા જ એરપોર્ટ પરથી 42 લાખની કિંમતના 2 સોનાના કડા અને 11 લાખની સોનાની ચેઇન કબજે કર્યા હતા. છેલ્લાં કેટલાંક સમયમાં કસ્ટમ વિભાગે પકડેલાં મુસાફરો મોટાભાગે જેદ્દાહથી અમદાવાદ આવેલાં મુસાફરો પાસેથી સોનાની ચીજવસ્તુઓ પકડી છે.

@ Ravi Bhavsar


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર વધુ એક દાણચોરીનો કેસ,3.53 કરોડના હીરા સાથે 2ની ધરપકડ

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પરથી સાત કરોડનું ડ્રગ્સ પકડાયું

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર 2.35 કરોડના 3 કિલો સોના સાથે 1 વ્યક્તિની ધરપકડ