અમદાવાદ/ બોર્ડની ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીને આવ્યો હાર્ટ એટેક, સારવાર દરમિયાન મોત

અમદાવાદમાં  રખિયાલમાં આવેલી સી.એલ સ્કુલમાં ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓને ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવ્યો હતો.

Ahmedabad Gujarat
હાર્ટ એટેક

ગઈ કાલે એટલે કે 28 માર્ચના રોજ  ઘોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષાનું પ્રથમ પેપર લેવાયું ચૂક્યું છે પણ અમદાવાદમાં  રખિયાલમાં આવેલી સી.એલ સ્કુલમાં ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવ્યો હતો. જેના પગલે સરસપુરની શારદાબેન હોસ્પિટલ ખાતે તત્કાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, અમાન આરીફ શેખ નામના વિદ્યાર્થી રખિયાલમાં આવેલી શેઠ સી.એલ.સ્કૂલમાં ઘોરણ ધો.12ની બોર્ડની પરીક્ષા આપી રહ્યો હતો જે દરમિયાન  ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવ્યો હતો. પહેલા અચાનક જ ઊલટીઓ શરૂ થઈ ગઈ હતી અને બાદમાં ચેસ્ટ પેઇન થયું હતું. ઘટના બનતા ક્લાસ બેઠેલા વિદ્યાથીઑ અને શિક્ષકો ડરી ગયા હતા.

જે બાદ અમાન આરીફ શેખને તાત્કાલિકના ધોરણે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો પણ ટુંકી સારવાર બાદ વિદ્યાર્થીનુ મોત થયું હતું. હોસ્પિટલ દ્વારા અપાયેલી પ્રાથમિક માહિતી મુજબ વિધાર્થીનુ બી પી વધી જતા વિધાર્થીને હાર્ટ એટેક આવ્યું હતું જે બાદ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો જ્યાં તેણે બચાવી શકાયો ન હતો.

જ્યાં એક બાજુ વિદ્યાર્થી બોર્ડ પરીક્ષા આપીને આગળ પોતાની કારકીર્દિ તરફ વધવાનો હતો તેની ખુશી વચ્ચે પરીક્ષાના પ્રથમ દિવસે જ પોતાના સંતાનના મૃત્યુના સમાચારથી પરિવારના માથે આભ ફાટયુ હતું.આ વિદ્યાર્થી ગોમતીપુર વિસ્તારનો હતો અને જે ગોમતીપુરના એસ.જે પટેલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો.માત્ર ૧૭ વર્ષની જ ઉંમરે હાર્ટ એટેકથી મોત થતા પરીક્ષા કેન્દ્રમા પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓથી માંડી સ્કૂલના શિક્ષકો તેમજ બોર્ડના કર્મચારીઓ-અધિકારીઓ સહિત સમગ્ર શિક્ષણ જગત માટે આઘાત પામનારી ઘટના બની હતી.ગુજરાત શિક્ષણ બોર્ડે પણ વિદ્યાર્થીના અવસાનને લઈને શોકની લાગણી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં તાપી-પાર-નર્મદા રિવર લિંક અપ યોજના સ્થગિત કરવામાં આવી,ટૂંકમાં સત્તાવાર જાહેરાત

આ પણ વાંચો : ગાયો ઘાસચારની સાથે ગોચર પણ ખાઈ ગઈ…? રાજ્યના 2303 ગામમાં એકપણ ગોચર નહી

આ પણ વાંચો :સાબરમતી ખાતે ઇન્ટર ડિવિઝનલ ક્રિકેટ ટુર્નામેન્ટ, મેયર સહિત આ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

આ પણ વાંચો :ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ,CM ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભકામનાઓ