Chhota Udepur/ ટેકરા પર રહો તો એમ્બ્યુલન્સ નહીં આવે? ધારાસભ્યના નિવેદનથી વિવાદ

નસવાડીમાં આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ દરમિયાન ધારાસભ્ય (MLA)ના નિવેદનથી વિવાદ સર્જાયો. રસ્તા અને એમ્બ્યુલન્સ (Ambulance) જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. શું આ સમસ્યાનો ઉકેલ આવશે?

Top Stories Gujarat Others Breaking News
ટેકરાના કારણે Ambulance નહીં? mlaના નિવેદનથી રોષ

Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન વિવાદાસ્પદ પરિસ્થિતિ સર્જાઈ હતી. સંખેડા વિધાનસભાના ધારાસભ્ય (MLA) અભેસિંહ તડવીના નિવેદન બાદ સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

“તમે ટેકરા પર રહો છો, અમારો શું વાંક?”: MLA

નસવાડી તાલુકાના અનેક અંતરિયાળ વિસ્તારોમાં માર્ગ સુવિધાના અભાવે એમ્બ્યુલન્સ (Ambulance) પહોંચી શકતી નથી, જે ગંભીર સમસ્યા બની રહી છે. આ મુદ્દે સ્પષ્ટતા કરવા બદલે ધારાસભ્ય (MLA)એ સ્ટેજ પરથી કહ્યું હતું કે, “ડુંગર વિસ્તારમાં રહેતા લોકો ટેકરાઓ પર રહે છે, તેથી એમ્બ્યુલન્સ (Ambulance) પહોંચી શકતી નથી. તેમાં અમારો કોઈ વાંક નથી.” આ નિવેદનથી લોકોમાં અસંતોષ ફેલાયો છે અને લોકોની મુશ્કેલીઓની અવગણના કરવામાં આવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

mla

સગર્ભા મહિલાઓને ઝોળીમાં લઈ જવાનો વારો

ગઢબોરીયાદ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ એવી ઘટનાઓ સામે આવી છે જેમાં રસ્તા ના હોવાને કારણે સગર્ભા મહિલાઓને ઝોળીમાં લઈ જવી પડી હતી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં ધારાસભ્ય (MLA)એ પીડિત પરિવારોની મુલાકાત લેવાની કે સહાનુભૂતિ વ્યક્ત કરવાની જગ્યાએ કાર્યક્રમમાં પોતાની પ્રશંસા કરવામાં વધારે રસ દાખવ્યો.

રસ્તા અને બસ સેવા મુદ્દે પણ નિરાશા

નસવાડી તાલુકાના 100થી વધુ ફળિયાઓને જોડતા રસ્તાઓ માટે હજુ સુધી કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી. કુકરદા ગામના લોકો લાંબા સમયથી એસટી બસ સેવા માટે માંગ કરી રહ્યા છે, પરંતુ ધારાસભ્યએ માત્ર માંગણી સ્વીકારી, કોઈ સમયરેખા જાહેર કરી નથી.

108’ તરીકે ઓળખાતા ધારાસભ્યની છબી પર પ્રશ્ન

સ્થાનિક સ્તરે ‘108’ તરીકે ઓળખાતા ધારાસભ્ય હવે પ્રજાની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ નથી રહેતા હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે. લોકાર્પણ જેવા કાર્યક્રમમાં લોકો સુવિધાની આશા રાખતા હતા, પરંતુ નિવેદન બાદ લોકોમાં નિરાશા અને ગુસ્સો જોવા મળ્યો છે.


આ પણ વાંચો:નવજાત માટે 11 નવી નિયોનેટલ એમ્બ્યુલન્સને ગાંધીનગરથી લીલીઝંડી

આ પણ વાંચો:નર્મદા જિલ્લામાં એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂ ઝડપાયો

આ પણ વાંચો:વલસાડમાં ખરાબ રસ્તાઓના કારણે ટ્રાફિક જામ, લોકોને ભારે હાલાકી, એમ્બ્યુલન્સ પણ ફસાઈ