કમલ હસન બાદ હવે દક્ષિણના એક વધુ અભિનેતાએ ધર્મના નામ પર દેહશત ફેલાવના પ્રશ્ન ઉભા કર્યા છે.પ્રકાશ રાજે કમલ હસનનું સમર્થન કરતાં ટ્વીટ પર લખ્યું છે કે, “ ધર્મ સંસ્ક્રુતિ અને નૈતિકતાના નામ પર ડર પેદા કરવાનો આંતક નથી તો શું છે?
#JUSTASKING દ્વારા લખ્યું છે કે, જો મારા દેશના રસ્તાઓ પર યુવા કપલને ગાળો અને તેમની સાથે મારપીટ કરવી આંતક નથી? કાયદાને પોતાના હાથમાં લેવો અને ગૌ-હત્યાના શક પર જ માત્ર કોને મારીનાખવો શું એ આતંક નથી? જો અપશબ્દો સાથે ટ્રોલ કરવા, ધમકાવવા, મતભેદની નાની એવી અવાજને દબાવી દેવી આતંક નથી તો પછી આંતક શું છે?
આ પ્રશ્ન વિરુદ્દ કમલ હસન વિરૂદ્ધ આઈપીએસની કલમ ૫૦૦, ૫૧૧, ૨૯૮, ૨૯૫(અ) AN3 ૫૦૫ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
