Food Recipe: નવરાત્રિમાં અષ્ટમી અથવા નવમીના દિવસે લોકો કન્યા પૂજન (Navratri Kanya Pujan)કરીને કન્યાઓને ભાવપૂર્વક જમાડતા હોય છે. આ માટે પુરી બનાવવાની પરફેક્ટ રેસિપી (Puri Recipe) દર્શાવવા જઈ રહ્યાં છીએ.
નવરાત્રિમાં કન્યાપૂજનના દિવસે હલવો, ચણા અને પુરીના પ્રસાદ (Prasad)નું વિશેષ મહત્વ હોય છે. જો તમે પણ કન્યાઓ માટે પ્રસાદની તૈયારીઓ કરી રહ્યાં છો તો પુરીઓ એવી બનાવો કે જેને ખાઇને સરસ સ્વાદ આવે અને સાથોસાથ એ ફૂલેલી અને સ્વાદિષ્ટ પણ હોય! ઘણી વાર પુરીઓ તળતી વખતે સખત બની જાય છે અથવા સારી રીતે ફૂલતી નથી હોતી. તો આ કેટલીક સરળ ટિપ્સ અજમાવીને તમે બિલકુલ ફૂલેલી હલવાઈ સ્ટાઈલ પુરીઓ બનાવી શકો છો. આવો જાણીએ કે, કન્યા પૂજન માટે સૉફ્ટ અને ફૂલેલી પુરીઓની રેસિપી (Puri Recipe) બનાવવા માટે કઇ-કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ?
શી રીતે બનાવશો ફૂલેલી સૉફટ પુરીઓ? (Soft Puri Recipe)
પુરીઓ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
2 કપ ઘઉંનો લોટ
2 ચમચી ઘી
સ્વાદાનુસાર મીઠું
તળવા માટે તેલ
જરુર મુજબ નવશેકું પાણી

ફૂલેલી પુરીઓ બનાવવા માટેની ટિપ્સ (Tips for Perfect Puri Recipe)
1. નવશેકા પાણીથી લોટ બાંધવો
પુરીનો લોટ (Wheat Flour) ઠંડા પાણીથી બાંધવાની જગ્યાએ નવશેકા પાણી (Warm Water)નો ઉપયોગ કરીને બાંધવો. પાણી ધીમે-ધીમે ઉમેરતા જઇને લોટ બાંધીને કેળવવો. લોટ સારી રીતે મિક્સ થાય તો લોટ નરમ રહે છે.
2. સૉફટ લોટ બાંધવો (Soft Dough)
પૂરીઓ નરમ બને એ માટે ધ્યાન રાખવું કે લોટ બહુ કડક અથવા બહુ ઢીલો ન બાંધવો. મુલાયમ પુરીઓ બનાવવા માટે લોટ બાંધતી વખતે એમાં 1 થી 2 ચમચી ઘી (Ghee) ઉમેરવું. ઘી ઉમેરવાથી પુરીઓ અંદરથી મુલાયમ અને સૉફ્ટ (Soft Puri) રહે છે.
3. લોટને સેટ થવા મૂકવો
લોટ બાંધ્યા પછી તરત જ પુરીઓ બનાવવાની જગ્યાએ લગભગ 15 થી 20 મિનિટ માટે એને ઢાંકીને રાખવો. આ દરમિયાન લોટ સેટ થઈ જાય છે અને પુરીઓ વણવાનું સરળ બની જાય છે. નિયત સમય બાદ ફરીથી એક વાર લોટને હળવા હાથેથી ગૂંદી લેવો. આનાથી લોટ મુલાયમ બનશે અને પુરીઓ સૉફ્ટ બનશે.
4. વણતી વખતે આ વાતનું ધ્યાન રાખવું
હવે લોટના લુવા બનાવીને એની પુરીઓ વણી લેવી. વણતી વખતે ધ્યાન રાખવું કે એમને ન તો વધુ પાતળી વણવાની છે કે ન તો વધુ જાડી! એકસરખી મધ્યમ જાડાઇની વણવાથી એ સરળતાથી ફૂલે છે.
5. તેલના તાપમાનનું ધ્યાન રાખવું (Oil Temperature)
પુરીઓ તળતી વખતે તેલ સારી રીતે ગરમ હોવું જોઇએ કારણ કે, ઠંડા તેલમાં નાખવાથી પુરી ફૂલશે નહિં અને તેલ પી લેશે જે ખાવામાં બિલકુલ સારી નહિં લાગે!
આ રીતે પુરીઓ તૈયાર કરીને સાથે ચણા અને હલવો બનાવીને તમે ભાવપૂર્વક કન્યાપૂજન કરી શકો છો. કન્યાઓ તમારી સૉફ્ટ-સૉફ્ટ પુરીઓને સામેથી માગીને ખાશે!
આ પણ વાંચો: લોટમાં મિક્સ કરી દો બસ એક વસ્તુ…ખૂમચા જેવી ક્રિસ્પી પાણીપુરી બનશે! જાણો સિક્રેટ ટ્રિક..!
આ પણ વાંચો: હલવો, ચણા, ખીર અને પુરી…કન્યા પૂજન માટે બનાવો પ્રસાદની થાળી…ભાવથી જમાડો..!
