પંચમહાલ/ હાલોલ રંગાયું દેશભક્તિનાં રંગે : મુસ્લિમ સમાજ દ્વારા વિશાળ તિરંગા યાત્રા : એકતાની ઉજવણી મળી જોવા

અખિલ ભારતીય સંઘ સમિતિ, હિન્દૂ ધર્મ સેના અને ક્ષત્રિય સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનોએ મળીને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરાયું.

Gujarat Others Trending
ત્રિરંગા યાત્રાઓ

ભારત દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં સમગ્ર દેશભરમાં આઝાદીનાં ૭૫ વર્ષ પુરા થવાની ખુશી મનાવવામાં આવી રહી છે. દેશભરમાં ઠેર ત્રિરંગા યાત્રાઓ પણ યોજવામાં આવી રહી છે જે અંતર્ગત હાલોલ નગર ખાતે નગરના મુસ્લીમ સમાજના અગ્રણીઓની અધ્યક્ષતામાં મુસ્લિમ બિરાદરો દ્વારા એક વિશાળ બાઈક અને વાહન સ્વરૂપની વિશાળ તિરંગા યાત્રા નગરના રાજમાર્ગો પર દેશભક્તિની ભાવના સાથે યોજવામાં આવી હતી. જેમાં શુક્રવારની નમાજ બાદ બપોરે તિરંગા યાત્રા નગરના પાવાગઢ રોડ ખાતેથી નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં હાલોલ મુસ્લિમ સમાજના યુવાનો, વડીલો બાઇક સહિત વિવિધ વાહનો સાથે હાથમાં દેશની શાન સમા રાષ્ટ્રધ્વજ તિરંગાને લઈને વિશાળ તિરંગા યાત્રામાં જોડાયા હતા. ત્રિરંગા યાત્રા…..

ત્રિરંગા યાત્રાઓ

 

આ વિશાળ તિરંગા યાત્રાનું નેતૃત્વ હાલોલ નગરના મુસ્લીમ સમાજના અગ્રણી સલીમ પાનવાલા (સરજોન), સમીર બજારવાલા, મયુદ્દીન વાઘેલા,  અજિજુલ દાઢી, અજીત બરબટ,આરીફ મલેક, સરફરાજ બાગવાલા કલદાર,ફારૂકભાઇ બાગવાલા, સમીર સોડાવાળા,તસ્લિમ બાગવાલા કલદાર, સજજાદ દાઢી,તનજીલ બરબટ, સહિતના મુસ્લિમ અગ્રણીઓ અને યુવાનોએ કર્યુ હતું જેમાં તિરંગા યાત્રા નગરના મોઘાવાડાના નાકેથી નીકળી પાવાગઢ  રોડ પર રહી પાવાગઢ બાયપાસ રોડ ખાતે ફરી વડોદરા રોડ પર પહોંચી હતી જેમાં વડોદરા રોડ પર આવેલ હાલોલ નગરપાલિકા ખાતે મુસ્લિમ સમાજની ભવ્ય તિરંગા યાત્રાનું હાલોલ નગરપાલિકાના પ્રમુખ શીતલ પટેલ સહિત સદસ્યોએ ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું. જે બાદ તિરંગા યાત્રા બસ સ્ટેન્ડ પર રહી પરત પાવાગઢ રોડ પર મોઘાવાડાના નાકે આવી પહોંચી હતી. જ્યાં તિરંગા યાત્રાનું માનભેર સમાપન કરવામાં આવ્યું હતું જેમાં તિરંગા યાત્રાના સમગ્ર રૂટ દરમિયાન ડીજેમાંથી રેલાતા દેશભક્તિના ગીતો પર મુસ્લિમ યુવાનો દેશભક્તિના રંગે રંગાઈને ઝુમી ઉઠયા હતા અને સમગ્ર નગરનું વાતાવરણ તિરંગામય બનાવી દીધું હતું.

ત્રિરંગા યાત્રાઓ

જ્યારે શનિવારે અખિલ ભારતીય સંઘ સમિતિ, હિન્દૂ ધર્મ સેના અને ક્ષત્રિય સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનોએ મળીને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરાયું. આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ભારતમાં આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહયું છે ત્યારે આજે હાલોલમાં અખિલ ભારતીય સંઘ સમિતિ, હિન્દૂ ધર્મ સેના, ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના આગેવાનો એ ભેગા મળીને આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ૩૦૦૦ હજાર ઉપરાંત યુવાનો, વડીલો સહિત અન્ય લોકો ૫૦૦ જેટલીઓ ગાડીઓ લઈને ઉપસ્થિત રહયા હતા ત્યારે આ યાત્રા હાલોલ નગરમાં ફરીને પાવાગઢ માં કાલી માતાજીની પ્રદક્ષિણા કરીને તાજપુરા ખાતે બાપુના આર્શીવાદ લઈને આ યાત્રાનું સમાપન કરવામાં આવશે.

ત્રિરંગા યાત્રાઓ

ગોધરા શહેરની જાણીતી શેઠ પી.ટી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ઉપક્રમે બારથી વધુ કોલેજોના ૩૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઉપરાંત સ્ટાફ મેમ્બર્સ “હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા” અંતર્ગત એક વિશાળ મહારેલીમાં ભાગ લીધો હતો. સવારે ગોધરાની સાયન્સ કોલેજથી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ પ્રતાપસિંહજી ચૌહાણ અને પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળના પ્રમુખ ભુપેશભાઈ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. ખૂબ જ વરસાદમાં પણ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોનો જોશ અદભુત જોવા મળ્યો હતો. રેલીમાં ભારત માતાકી જય, વંદે માતરમ, હર ઘર તિરંગા જેવા નારાઓ ઉત્સાહ અને ઉમંગ સાથે વિદ્યાર્થીઓ અને જોડાયેલા સ્ટાફ મેમ્બર્સ એ લગાવ્યા હતા. આ પ્રસંગે કુલપતિએ રેલીમાં જોડાયેલા ખાસ એન.એસ.એસ., એન.સી.સી. અને અન્ય યુવાનોને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમણે જણાવ્યું હતું કે આઝાદીના ૭૫ વર્ષ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આ એક અભૂતપૂર્વ દિવસ છે આ ક્ષણ તમે ક્યારેય જીવનભર ભૂલશો નહીં દરેક વિદ્યાર્થીમાં દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના હોવી જોઈએ. તેમણે બધા જ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોનો આભાર માન્યો હતો. કાર્યક્રમમાં રેલી કોલેજથી ગાંધી ચોક અને ત્યાંથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર વિરામ પામી હતી. આ કાર્યક્રમમાં સરકારી કોલેજ મોરવા હડફના આચાર્ય ડૉ.કમલ છાયા, સીમલીયા આર્ટ્સ કોલેજના આચાર્ય ડૉ.ડી.આર.અમીન, કોમર્સ કોલેજ ગોધરાના આચાર્ય ડૉ.અરુણસિંહ સોલંકી, લો કોલેજ ગોધરાના ડૉ.અપૂર્વ પાઠક સહિતના જુદી જુદી ૧૨ કોલેજના આચાર્યો અને સ્ટાફ મિત્રો, વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા આ પ્રસંગે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડૉ.અશ્વિન પટેલ, ઈ.સી.મેમ્બર અને મીડિયા કન્વીનર ડૉ.અજય સોની, એન.એસ.એસ. વિભાગના કોર્ડીનેટર ડૉ.નરસિંહભાઈ પટેલ સહિતના મહાનુભાવો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ગોધરા કોલેજના આચાર્ય અને ઈ.સી.મેમ્બર ડૉ.એમ.બી.પટેલ એ કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને પૂર્વ તૈયારી એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર ડૉ. રૂપેશ નાકર અને સ્પોર્ટ પી.ટી.આઈ. અને એન.એસ.એસ.પી.ઓ.હંસાબેન ચૌહાણએ કરી હતી પ્રોગ્રામના અંતે ડૉ.એમ.બી.પટેલ એ સૌનો સહૃદય આભાર માન્યો હતો.

આ પણ વાંચો : મફતની રેવડી ગરીબોને અને ધનિકોને!