દુર્ઘટના/ મહારાષ્ટ્રના રાયગઢમાં RCF પ્લાન્ટમાં જોરદાર વિસ્ફોટ, ત્રણના મોત, અનેક ઘાયલ

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં સ્થિત નેશનલ કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ (RCF) પ્લાન્ટમાં બુધવારે (18 ઓક્ટોબર), આગ લાગવાથી ત્યાં કામ કરતા ત્રણ મજૂરોના મોત થયા હતા

Top Stories India Others

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં સ્થિત નેશનલ કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ (RCF) પ્લાન્ટમાં બુધવારે (18 ઓક્ટોબર), આગ લાગવાથી ત્યાં કામ કરતા ત્રણ મજૂરોના મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અહીંના AC કોમ્પ્રેસરમાં વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં ત્રણ કામદારોના મોત થયા છે અને અન્ય કામદારોને ઈજા થઈ હોવાના અહેવાલ છે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું, “મહારાષ્ટ્રના રાયગઢમાં નેશનલ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના સમાચાર દુઃખદ છે. આ દુઃખદ સમયમાં પીડિતોના પરિવારો સાથે મારી સંવેદના છે. ભગવાન મૃતકોની આત્માને શાંતી આપે અને ઘાયલોની ઝડપથી સાજા થાય.”

જણાવવામાં આવી રહ્યું છે કે અલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત RCF કંપનીના કંટ્રોલ રૂમમાં આજે બપોરે 3 વાગ્યાની આસપાસ એર કન્ડીશનીંગ સિસ્ટમ લગાવવાનું કામ ચાલી રહ્યું હતું. તે જ સમયે કોમ્પ્રેસરમાં વિસ્ફોટ થયો, જેમાં ત્રણ લોકોના મોત થયા અને અન્ય ત્રણ ઘાયલ થયા. મેનેજમેન્ટે માહિતી આપી છે કે કંપનીના પ્લાન્ટમાં કોઈ લીકેજ નથી અને પ્લાન્ટ યોગ્ય રીતે ચાલી રહ્યો છે. અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં ત્યાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે સામાન્ય છે.