Food Recipe: કેળાનું રાયતુ (Banana Raita Recipe) બનાવવામાં સરળ અને ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. તમે ઉપવાસ દરમિયાન પણ એને ખાઈ શકો છો. ઘરે કોઈ મહેમાન આવે તો એને સ્વીટ ડિશની જેમ સર્વ કરી શકો છો. કેળાનું રાયતુ પેટને ઠંડુ રાખે છે.
નવરાત્રિના 9 દિવસ સુધી માતા દુર્ગાના નવ સ્વરુપોને વિવિધ વ્યંજનોનો પ્રસાદ ધરાવવામાં આવે છે. નવરાત્રિના પાંચમા દિવસે (5th Day of Navratri 2026) સ્કંદમાતા (Ma Skandmata)ને કેળાનો પ્રસાદ ધરાવવામાં આવે છે. કેટલાક લોકો આ દિવસે ખીરનો પ્રસાદ પણ માતાજીને ચડાવે છે. પરંતુ જો તમે કોઈ ડિશ બનાવીને માને એનો પ્રસાદ ધરાવવા ઈચ્છતા હો તો ઝડપથી બની જતું કેળાનું રાયતુ (Banana Raita Recipe) સૌથી બેસ્ટ ઑપ્શન રહેશે.
કેળાનું રાયતુ બનાવવામાં અને ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. તમે ઉપવાસ દરમિયાન પણ એને ખાઈ શકો છો. ઘરે કોઈ મહેમાન આવે તો એને સ્વીટ ડિશ (Sweet Dish)ની જેમ સર્વ કરી શકો છો. કેળાનું રાયતુ પેટને ઠંડુ રાખે છે. જો તમારા ઘરમાં પણ કેળા હોય તો તમે આ સ્વાદિષ્ટ કેળાનું રાયતુ (Kela nu Raitu) બનાવીને ખાઈ શકો છો.
શી રીતે બનાવશો કેળાનું રાયતુ? (Banana Raita Recipe)
કેળાનું રાયતુ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 બાઉલ ફ્રેશ દહીં
2-3 મધ્યમ સાઈઝના પાકા કેળાં
4 મોટી ચમચી ખાંડ
2 મોટા ચમચા સૂકા કોપરાનું છીણ
1 મોટી ચમચી ચારોળી
1 કપ રોસ્ટેડ મખાના
1 ચમચી ઘી
1 ચપટી સિંધાલૂણ
1 ચપટી કાળા મરીનો પાવડર
સજાવટ માટે
4-5 કિશમિશ અને 4-5 કાજુ

કેળાનું રાયતુ બનાવવાની વિધિ
1. સૌપ્રથમ દહીંને સારી રીતે ફેંટી લેવું અને એમાં ખાંડ પણ ઓગળે ત્યાં સુધી ફેંટી લો.
2. હવે એમાં કેળાને છોલીને સ્લાઇઝમાં કાપી લો અને દહીંમાં મિક્સ કરો.
3. વઘારની તૈયારી કરો. એ માટે એક પૅનમાં 1 ચમચી ઘી લઇને એમાં ચારોળીને હળવી શેકી લો.
4. ચારોળી હળવા બ્રાઉન કલરની થાય ત્યારે એમાં કોપરાનું છીણ ઉમેરી દો અને હલાવી લો.
5. આ વઘારને દહીં-કેળાના મિશ્રણમાં ઉમેરી દો.
6. દહીંમાં થોડી વાટેલી ઈલાયચી, 1 ચપટી સિંધાલૂણ અને 1 ચપટી કાળા મરીનો પાવડર પણ મિક્સ કરો.
7. તમારી પાસે હોય તો 1 પૅનમાં થોડું ઘી નાખીને મખાના (Makhana) પણ શેકીને રાયતામાં મિક્સ કરી લો.
તો તૈયાર છે તમારું કેળાનું રાયતું….જેની પર સજાવટ માટે 4-5 કિશમિશ અથવા કાજુ સમારીને ઉમેરી દો. જો તમને ક્રંચી સ્વાદ પસંદ હોય તો રાયતાને સર્વ કરતા પહેલા થોડા શેકેલા મખાના ઉપર સજાવી દો. આ અદભૂત સ્વાદયુક્ત કેળાનું રાયતુ માતાજીને પ્રસાદ (Prasad)માં ધરાવો અને પછી પોતે આરોગો.
આ પણ વાંચો:
આ પણ વાંચો: આજે માતા ચંદ્રઘંટાને ધરાવો આ વસ્તુઓનો પ્રસાદ…દરેક વિઘ્ન અને બાધા દૂર…થશે મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ!
આ પણ વાંચો:
