Child Care/ બાળકોમાં ભેદભાવઃ આવી શકે છે આવું પરિણામ

ભેદભાવ છોકરા અને છોકરીઓ વચ્ચે પણ જોવા મળે છે. ત્યારે આપણે સમજવાની જરૂર છે કે, આના કારણે આપણા બાળકોની માનસિકતા પર નકારાત્મક અસર ન પડે

Lifestyle Relationships
બાળકો

ઘણી વખત ઘરમાં નવા બાળકના જન્મ સમયે ઘરના દરેક વ્યક્તિ તેના પર પોતાનો સમગ્ર પ્રેમ અને સ્નેહ ઠાલવવા લાગે છે. જેના કારણે અન્ય બાળક ઉપેક્ષા અનુભવવા લાગે છે.

ખાસ તો આવો ભેદભાવ છોકરા અને છોકરીઓ વચ્ચે પણ જોવા મળે છે. ત્યારે આપણે સમજવાની જરૂર છે કે, આના કારણે આપણા બાળકોની માનસિકતા પર નકારાત્મક અસર ન પડે. આપણા આ ભેદભાવભર્યા વલણના કારણે બાળકોમાં હીનભાવના ઘર કરી જાય છે અને તે જિદ્દી પણ બની શકે છે.

આ પણ વાંચો: બ્રહ્મસમાજનું દુર્ગાધામનું થશે નિર્માણ, ૨૫૦ કરોડનાં ખર્ચે બનશે બાવળા તાલુકામાં….

બાળકમાં હિનભાવનાનો વિકાસ
આપના ગમે તેટલા બાળકો હોય, તેમની વચ્ચે ભેદભાવ કરવાથી બાળકના કોમળ માનસપટ પર ખૂબ જ નકારાત્મક અસર પડે છે. તેના મનમાં એકલતાની લાગણી ઘર કરી જાય છે.

તણાવની અનુભૂતિ
જ્યારે આપણે વારંવાર આપણાં એક બાળકને સારું અને બીજાને ખરાબ કહેતા હોઈએ છીએ ત્યારે બાળકના મનમાં અસુરક્ષાનું નિર્માણ થાય છે. અને તે તણાવની લાગણી અનુભવે છે.

વિકાસ અવરોધ
ક્યારેય પણ પોતાના સંતાનને નકારાત્મકતાની લાગણીનો અનુભવ ન થવા દેવો જોઈએ. નકારાત્મક વિચારથી તેના માનસિક વિકાસમાં અવરોધ પડી શકે છે.

ચિડિયાપણું
બાળકો વચ્ચેના ભેદભાવને કારણે તેઓ ચિડિયા થઈ જાય છે અને તમારી વાતને અવગણવાનું શરૂ કરી દે છે. પછી તેઓ તમારી વાત સાંભળતા નથી અને કેટલીકવાર તમે જે કહો તેનાથી વિપરીત કરવા લાગે છે.

તોફાની
ઘણી વખત આપણે બાળકો વચ્ચેના તોફાનમાં પણ ભેદભાવ કરીએ છીએ. નાના બાળકને કંઈજ કહેતા નથી જ્યારે તેનાથી મોટા બાળકના તોફાન બદલ તેને રોક-ટોક કરીએ છીએ તેના બાળક ઈર્ષ્યાનો ભાવ અનુભવે છે અને વધુ તોફાન કરવા પ્રેરાઈ છે.

આ પણ વાંચો: ગુજરાતના 50 હજાર ખેડૂતોને થશે ફાયદો, ખેતીબેંકની લોન 25 ટકા જ ભરવાની રહેશે….

આ પણ વાંચો:/ કોમેડિયન સુનીલ ગ્રોવરને હાર્ટમાં બ્લોકેજ હોવાથી મુંબઈમાં સર્જરી કરાઈ…