દેશનાં ૧૫ કરોડ ભુદેવને એક કરવાનાં આશ્રયથી બાવળામાં દુર્ગાધામનું નિર્માણ થવા જઈ રહ્યુ છે…અમદાવાદથી માત્ર ૪૫ કીલોમીટરનાં અંતરે બની રહેલ દુર્ગાધામને ભવ્યાતિ ભવ્ય બનાવવા તનતોડ મહેનત ચાલી રહી છે..દુર્ગાધામનાં નિર્માણ માટે અલગ અલગ કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને કાર્યને વેગ આપવામાં આવી રહ્યો છે તો બીજી બાજુ વિકેંડ હાઉસમાં પ્લોટ બુક કરાવનાર પણ સહયોગ આપી રહ્યા છે ..૧૦૦૮ પ્લોટમાં વિક એન્ડ હાઉસમાં દેશ વિદેશનાં ભુદેવ પ્લોટ બુક કરાવી રહ્યા છે ..
આ પણ વાંચો: ગુજરાતના 50 હજાર ખેડૂતોને થશે ફાયદો, ખેતીબેંકની લોન 25 ટકા જ ભરવાની રહેશે….
દુર્ગાધામમાં કઈ વ્યવસ્થા કરાશે?
અહીં પંચાયતન પુજા, સપ્તઋુષી મંદીર, નવ નાથ, બાર જ્યોર્તીલિંગ, ૫૧ શક્તિપીઠ સહિત બ્રહ્મગુરુ મંડળ બનશે,..સાથે જ આઈ.પી. એસ, આઈ.એ .એસ, યુ. પી. એસ. સી અને જી.પી.એસ.સી સહિત સ્કીલ ઈન્ડીયાનાં અનેક પોગ્રામ માટે ટ્રેનિંગ સેન્ટર ઊભુ કરાશે. ઉપરાંત સૈનિક સ્કુલ અને ફાયર સેફ્ટી માટે એજ્યુકેશન સેન્ટર તૈયાર કરાશે..એટલુ જ નહીં, આયુર્વેદ હોમિઓપેથ નેચરોપેથ માટેનું આધુનિક હોસ્પિટલ પણ ઊભુ કરવામાં આવશે.તેમજ આધુનિક ગૌશાળા સહિત કેટલીક અન્ય વ્યવસ્થા પણ કરવામાં આવશે..
આ પણ વાંચો: રાજકોટ મહાપાલિકાનું રૂ.2335 કરોડનું બજેટ, વાહન વેરામાં 15 કરોડનો વધારો
આ પણ વાંચો: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ભલે ઘટ્યું પણ આગમી દિવસોમાં શીતલહેરની પૂરી સંભાવના
