Not Set/ વાધોડિયામાં ભગવાન જગન્નાથ નગરયાત્રાએ, હિન્દુ-મુસ્લિમ શ્રદ્ધાળુઓએ સાથે રથ હંકાર્યો

વડોદરા વડોદરા જીલ્લાના વાઘોડિયા તાલુકામાં પ્રથમ વખત રથયાત્રાનું આયોજન કરાયું હતું. વહેલી સવારે વાઘોડિયા નગરમાં નીકળેલી રથયાત્રા કોમી એકતાનું પ્રતીક બની હતી. વાઘોડિયામાં પ્રથમ વખત નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મુસ્લિમ બિરાદરો પણ જોડાયા હતાં. વાઘોડિયાનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સાવરણાથી રસ્તો સાફ કરી ભગવાનનાં રથને પ્રસ્થાન કરાવ્યો હતો. સમાજમાં કોમી એખલાસ અને ભાઇચારાનો સુંદર સંદેશ આપતાં […]

Gujarat Vadodara Trending

વડોદરા

વડોદરા જીલ્લાના વાઘોડિયા તાલુકામાં પ્રથમ વખત રથયાત્રાનું આયોજન કરાયું હતું. વહેલી સવારે વાઘોડિયા નગરમાં નીકળેલી રથયાત્રા કોમી એકતાનું પ્રતીક બની હતી.

વાઘોડિયામાં પ્રથમ વખત નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મુસ્લિમ બિરાદરો પણ જોડાયા હતાં. વાઘોડિયાનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સાવરણાથી રસ્તો સાફ કરી ભગવાનનાં રથને પ્રસ્થાન કરાવ્યો હતો.

સમાજમાં કોમી એખલાસ અને ભાઇચારાનો સુંદર સંદેશ આપતાં નગરનાં મુસ્લિમ બિરાદરોએ પણ ભગવાનનો રથ ખેંચ્યો હતો. હિંદુ મુસ્લિમ બિરાદરોએ સાથે મળીને રથ ખેંચી ભગવાન જગન્નાથજીને નગરચર્યા કરાવી હતી.

ભગવાન જગન્નાથ ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર યાત્રાએ નીકળ્યા ત્યારે નગરજનોએ મોટા પ્રમાણમાં દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી.