Not Set/ લેનોવોનો નવો ફિટનેસ બેન્ડ ભારતમાં લોન્ચ … અહીં જાણો ખાસિયતો અને કિંમત

ચીની ટેક્નૉલોજી કંપની લેનોવો એ ભારતમાં મલ્ટી ઇન્ટરફેસ ઓપશન વાળો નવો ફિટનેસ બેન્ડ Cardio Plus HX03W લોન્ચ કર્યો છે. આમાં ઘણા બધા હેલ્થ અને ફિટનેસના ફીચર આપવામાં આવ્યા છે. ભારતમાં આ બેન્ડની કિંમત 1,999 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહકો એમેઝોન પરથી 9 સપ્ટેમ્બરથી ખરીદી કરી શકશે. લેનોવોનો આ ફિટનેસ બેન્ડ એન્ડ્રોઇડ 4.4 અથવા એનાથી આગળ […]

Trending Tech & Auto

ચીની ટેક્નૉલોજી કંપની લેનોવો એ ભારતમાં મલ્ટી ઇન્ટરફેસ ઓપશન વાળો નવો ફિટનેસ બેન્ડ Cardio Plus HX03W લોન્ચ કર્યો છે. આમાં ઘણા બધા હેલ્થ અને ફિટનેસના ફીચર આપવામાં આવ્યા છે. ભારતમાં આ બેન્ડની કિંમત 1,999 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહકો એમેઝોન પરથી 9 સપ્ટેમ્બરથી ખરીદી કરી શકશે.

લેનોવોનો આ ફિટનેસ બેન્ડ એન્ડ્રોઇડ 4.4 અથવા એનાથી આગળ અને iOS 8.0 અથવા એનાથી આગળના વર્ઝન સપોર્ટ કરશે. આ સ્માર્ટ બેન્ડમાં રનિંગ મોડ, એન્ટી સ્લીપ મોડ, લોન્ગ સીટિંગ એલર્ટ અને સેકન્ડરી રિમાઇન્ડર જેવા ફીચર આપવામાં આવ્યા છે.

આ ફિટનેસ બેન્ડ એવા સ્માર્ટફોનમાં કામ કરે છે જેમાં બ્લૂટૂથ 4.2 અથવા એનાથી વધારે માટે સપોર્ટ આપવામાં આવ્યો છે. આમાં 0.96 ઇંચ OLED ફૂલ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે. કંપનીએ જાણકારી આપી કે આમાં હાર્ટ રેટ સેન્સર, લોન્ગ સ્ટેન્ડબાય ટાઈમ અને USB ડાઇરેક્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે.