Tech News/ સ્માર્ટફોન પર GST 18% થી ઘટાડીને 5% કરો; ICEA ની કેન્દ્ર સરકાર સમક્ષ મોટી માંગ

ઇન્ડિયન સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન (ICEA) એ સ્માર્ટફોન (Smartphone) પરનો GST 18% થી ઘટાડીને 5% કરવાની કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી છે. મોબાઇલને જરૂરી વસ્તુ ગણવા માટે આપેલી રજૂઆત વિશે વધુ વાંચો.

Tech & Auto
Smartphone Will they become cheaper

Tech & Auto News : ઇન્ડિયન સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન (ICEA) એ દેશમાં ઘટતા સ્માર્ટફોન (Smartphone) વેચાણ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન અને IT મંત્રી અશ્વિની વૈષ્ણવને એક નવું આવેદનપત્ર સોંપ્યું છે. ICEA એ માંગ કરી છે કે સ્માર્ટફોનને ‘જરૂરી વસ્તુ’ (Essential Item) નો દરજ્જો આપવામાં આવે અને માત્ર 25000 થી ઓછી કિંમતના જ નહીં, પરંતુ તમામ મોબાઇલ ફોન પર લાગતો GST 18% થી ઘટાડીને 5% કરવામાં આવે.

Smartphone : કેમ વધી રહી છે સ્માર્ટફોન પર GST ઘટાડવાની માંગ?

છેલ્લા એક વર્ષમાં DRAM અને NAND (મેમરી ચિપ્સ) ની કિંમતો અંદાજે 4 ગણી વધી ગઈ છે, જેના કારણે બજેટ સ્માર્ટફોનની કિંમતોમાં 35% થી 45% સુધીનો ઉછાળો આવ્યો છે.બજારમાં 10000 થી ઓછી કિંમતવાળા સ્માર્ટફોનનો સપ્લાય ઘટીને 5% થી પણ ઓછો રહી ગયો છે.5જી સ્માર્ટફોનની કિંમતો 20000 થી ઉપર પહોંચી જવાથી ગ્રાહકો હવે નવો ફોન ખરીદવામાં વિલંબ કરી રહ્યા છે.

ICEA ની સરકારી રજૂઆત અને વેચાણ પર થયેલી અસર

ICEA ના ચેરમેન પંકજ મહેન્દ્રુના જણાવ્યા અનુસાર, સ્માર્ટફોન હવે માત્ર શોખ કે સ્ટેટસ સિમ્બોલ નથી રહ્યો, પરંતુ શિક્ષણ, આરોગ્ય, બેંકિંગ અને સરકારી સેવાઓ માટેનો મુખ્ય આધાર છે. 90 કરોડથી વધુ ભારતીયો માટે ડિજિટલ દુનિયા સુધી પહોંચવાનું તે એકમાત્ર સાધન છે.વર્ષ 2020 માં GST વધારીને 18% કરાયા બાદ સ્માર્ટફોનનું વાર્ષિક વેચાણ 30 કરોડ યુનિટ્સથી ઘટીને 22 કરોડ યુનિટ્સ થઈ ગયું છે.

ચીની બ્રાન્ડ્સ (શાઓમી, રિયલમી, ઓપ્પો, વિવો) ની કિંમતો 30000 થી 35000 સુધી પહોંચી જતાં 20000 થી ઓછી કિંમતમાં સારા ફિચર્સવાળા ફોનના વિકલ્પો ખૂબ સીમિત થઈ ગયા છે. GST ઘટવાથી ફોન ફરી સસ્તા થશે અને માંગમાં વધારો થશે.


આ પણ વાંચો :કાર ઈન્શ્યોરન્સ: ઘરે બેઠા મોબાઇલથી ઓનલાઈન પોલિસી લેવાની સરળ રીત

આ પણ વાંચો :ઇન્સ્ટાગ્રામનું ધમાકેદાર નવું ફીચર: હવે ટેગ કરેલી પોસ્ટ પણ દેખાશે તમારી મેઈન પ્રોફાઈલ ગ્રિડમાં

આ પણ વાંચો :ફાસ્ટેગ યુઝર્સ માટે મોટા સમાચાર: હવે સિમ કાર્ડની જેમ બદલી શકાશે બેંક