Tech News/ ઇન્સ્ટાગ્રામનું ધમાકેદાર નવું ફીચર: હવે ટેગ કરેલી પોસ્ટ પણ દેખાશે તમારી મેઈન પ્રોફાઈલ ગ્રિડમાં

Instagram યુઝર્સ માટે ખુશખબર! હવે તમારી પસંદગીની ટેગ થયેલી પોસ્ટ્સને પણ સીધી મુખ્ય પ્રોફાઈલ ગ્રિડમાં દર્શાવી શકાશે. જાણો તેને ઉમેરવાની અને હટાવવાની સંપૂર્ણ રીત

Tech & Auto
Instagram exciting new feature has arrived

Tech & Auto News : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ (Instagram) તેના ગ્રાહકોના પ્રોફાઈલ એક્સપિરિયન્સને વધુ બહેતર બનાવવા માટે એક નવતર ફીચર વૈશ્વિક સ્તરે રોલઆઉટ કરી રહ્યું છે. અત્યાર સુધી તમે જેમાં ટેગ થયા હોવ તે પોસ્ટ્સ માત્ર અલગથી આપવામાં આવેલા ‘Tagged Section’માં જ જોવા મળતી હતી. જોકે, નવા ગ્લોબલ અપડેટ બાદ હવે યુઝર્સ પોતાની પસંદગીની ટેગ થયેલી પોસ્ટને પોતાની મુખ્ય પ્રોફાઈલ ગ્રિડ (Main Profile Grid) પર પણ દર્શાવી શકશે અને જરૂર પડે ત્યારે તેને સરળતાથી હટાવી પણ શકશે.

Instagram  : મુખ્ય પ્રોફાઈલ ગ્રિડમાં ટેગ પોસ્ટ ઉમેરવાના ફાયદા

ઈન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરીએ (Adam Mosseri) આ અનોખા ફીચરના ગ્લોબલ લોન્ચિંગ અંગે અધિકૃત માહિતી આપી છે.હવે યુઝર્સ પોતે જ નક્કી કરી શકશે કે મિત્રો કે અન્ય ક્રિએટર્સ દ્વારા ટેગ કરાયેલી કઈ તસવીરો તેમની ઓરિજિનલ પોસ્ટ્સ સાથે પ્રોફાઈલમાં દેખાવવી જોઈએ.ગ્રુપ ફોટોગ્રાફ્સ, કોલેબોરેટિવ કન્ટેન્ટ અથવા ખાસ ઈવેન્ટ્સની યાદોને હવે પોતાની મેઈન પ્રોફાઈલની હાઈલાઈટ બનાવી શકાશે.

પ્રોફાઈલ ગ્રિડમાં ટેગ કરેલી પોસ્ટ ઉમેરવાની ૩ સરળ રીતો

ઇન્સ્ટાગ્રામે આ પ્રોસેસને ખૂબ જ સરળ બનાવવા માટે ૩ વિકલ્પો આપ્યા છે.જ્યારે કોઈ તમને ટેગ કરશે ત્યારે આવતા મેસેજ નોટિફિકેશનમાંથી જ સીધા પ્રોફાઈલ ગ્રિડમાં ઉમેરી શકાશે.ટેગ કરાયેલી પોસ્ટના ઉપરના ભાગે આપેલા ત્રણ ડોટ્સ પર ક્લિક કરીને પણ આ ઓપ્શન સિલેક્ટ કરી શકાશે.પ્રોફાઈલના ‘Tagged’ સેક્શનમાં જઈને કોઈપણ પોસ્ટ પર થોડી સેકન્ડ પ્રેસ (દબાવી) રાખીને તેને મેઈન ગ્રિડ પર ટ્રાન્સફર કરી શકાશે.નવી ઉમેરાયેલી પોસ્ટ્સ પ્રોફાઈલ ગ્રિડમાં સમયક્રમ મુજબ રિવર્સ ઓર્ડરમાં દેખાશે. જો તમે પહેલાથી પ્રોફાઈલ ગ્રીડ કસ્ટમાઈઝ કરી હશે, તો પણ તે રીસેટ થશે નહીં.

મેઈન ગ્રિડમાંથી પોસ્ટ હટાવવાના નિયમો

જો તમે ભવિષ્યમાં મુખ્ય પ્રોફાઈલમાંથી આવી કોઈ ટેગ કરાયેલી પોસ્ટ દૂર કરવા માંગતા હોવ, તો તેને ખૂબ જ આસાનીથી રિમૂવ કરી શકાશે.મુખ્ય ગ્રિડમાંથી પોસ્ટ હટાવવાથી ઓરિજિનલ પબ્લિશરની પોસ્ટ કે તમારા સ્પેસિફિક ‘Tagged Section’ પર તેની કોઈ નકારાત્મક અસર નહીં પડે.આ ફીચર વિશ્વભરના યુઝર્સ માટે તબક્કાવાર રોલઆઉટ થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં જ તમામ એક્ટિવ અકાઉન્ટ્સ સુધી પહોંચી જશે.


આ પણ વાંચો :ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા સાવધાન! ડ્રાઈવિંગ લાયસન્સ અને RC માટે આવશે નવી ‘નેગેટિવ પોઈન્ટ’ સિસ્ટમ

આ પણ વાંચો :6G ઈન્ટરનેટ ક્રાંતિ તરફ ભારતનું મોટું કદમ,સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારત-અમેરિકા હાથ મિલાવશે

આ પણ વાંચો :ઈન્સ્ટાગ્રામ પર કથિત ચાઈલ્ડ એબ્યુઝ એડ્સ મામલે NCPCR લાલઘૂમ; મેટા ઈન્ડિયાના કન્ટ્રી હેડને પાઠવાયું સમન્સ