ભારતમાં આ દિવસોમાં સ્માર્ટફોન ઓફર્સ અને ડિસ્કાઉન્ટની હરીફાઇ ચાલી રહી છે અને લોકો હજારો ડિસ્કાઉન્ટ સાથે તેમના મનપસંદ મોબાઇલ અને અન્ય ગેજેટ્સ ખરીદી રહ્યા છે. આ પ્રયાસમાં મેપલ ઓનલાઇન અને ઓફલાઇન સ્ટોર પર આઇફોન 12 સિરીઝ, આઇફોન 11 સિરીઝ, આઇફોન એક્સઆર સહિત અન્ય આઇફોન મોડેલો પર 17000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે આઇફોન પ્રેમીઓ માટે સારા સમાચાર છે.

iPhone 12 Pro Max પર બમ્પર ડિસ્કાઉન્ટ
એપલના આઇફોન 12 પ્રો મેક્સના 128 જીબી સ્ટોરેજ મોડેલના મેપલ ઓનલાઇન અને ઓફલાઇન સ્ટોર્સ પર 13000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જેમાં 8000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને એચડીએફસી બેંક કાર્ડ્સ પર 5000 રૂપિયાનું કેશબેક છે. આઇફોન 12 પ્રો મેક્સની કિંમત 127,900 રૂપિયા છે, પરંતુ 13 હજારના ડિસ્કાઉન્ટ પછી, તમને આ ફોન ફક્ત 1,14,900 રૂપિયામાં મળશે.

iPhone 12 પર 9000 રૂપિયાનો ફાયદો
આઇફોન 12 પર 3000નું ડિસ્કાઉન્ટ સાથે 6000નું એડિશનલ કેશબેક મળી રહ્યું છે.ત્યારબાદ તેની કિંમત, 76,900 રૂપિયાથી ઘટીને, 67,900 થઈ ગઈ છે. આઈફોન 12 મીની પર 12 હજાર રૂપિયા સુધીની છૂટ પણ મળી શકે છે. આઇફોન 12 મીની પર પણ એક્સચેન્જ ઓફરર ચાલી રહી છે અને તમે તેને ઓફર અને ડિસ્કાઉન્ટ ઉમેરીને ફક્ત 48,900 રૂપિયામાં ખરીદી શકો છો.
iPhone 11 સીરીઝ પર છૂટ
મેપલના ઓનલાઇન અને ઓફલાઇન સ્ટોર પર, આઇફોન 11 પ્રો મેક્સને 12,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે એચડીએફસી કાર્ડથી ખરીદવા પર 2000 રૂપિયાનું કેશબેક મળી રહ્યું છે, ત્યારબાદ તેની કિંમત 99,900 થી ઘટાડીને 85,990 કરવામાં આવી છે. આઇફોન 11 પ્રો પર ફક્ત 2000 રૂપિયાનું કેશબેક મળી રહ્યું છે અને તેની કિંમત 79,999 થી ઘટાડીને 77,999 રૂપિયા કરી દેવામાં આવી છે. આઇફોન 11 પર 7500 નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને તેની કિંમત હાલમાં 48,999 રૂપિયાથી ઘટાડીને 42,499 રૂપિયા કરવામાં આવી છે.

આઇફોન એક્સઆર અને આઇફોન એસઇ પર છૂટ
મેપલ સ્ટોર પર ચાલતી ઓફરમાં, તમે આઈફોન XR ના 64 જીબી વેરિઅન્ટને ફક્ત 38,900 રૂપિયામાં અને આઇફોન એસઈ 2020 મોડેલના 64 જીબી વેરિઅન્ટ ફક્ત 30,900 રૂપિયામાં ખરીદી શકો છો.
