જકાર્તા,
ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા ૧૮માં એશિયન ગેમ્સમાં ભારતીય હોકી ટીમનું શાનદાર પરફોર્મન્સ યથાવત જોવા મળી રહ્યું છે. પહેલેથી સેમીફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી ચુકેલી ભારતીય ટીમે ગ્રુપ મેચમાં શ્રીલંકા સામે પણ ગોલનો વરસાદ થયો છે.
એશિયન ગેમ્સના ગ્રુપ-Aના લીગ મુકાબલામાં ભારતીય હોકી ટીમે ૨૦ ગોલ કરીને શાનદાર વિજય મેળવ્યો છે. આ સાથે જ ભારતે ગ્રુપ-Aની તમામ મેચમાં વિજય પ્રાપ્ત કર્યો છે. આ મેચોમાં ભારતીય હોકી ટીમે રેકોર્ડ કુલ ૭૬ ગોલ કર્યા છે. ત્યારે હવે ભારતનો મુકાબલો મલેશિયા સામે થશે.
Just in: Men's Hockey | India thrash Sri Lanka 20-0 in their final pool match Top the pool with 5/5 wins to qualify for Semis
Mind boggling 76 goals scored by India in the tournament so far! #AsianGames2018— India_AllSports (@India_AllSports) August 28, 2018
આ પહેલા ઇન્ડોનેશિયાને ૧૭-૦, હોંગકોંગને ૮૬ વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ ૨૬-૦, જાપાનને ૮-૦ અને દક્ષિણ કોરિયાને ૫-૩થી હરાવ્યું હતું.
ભારતીય હોકી ટીમ તરફથી સૌથી વધુ ૬ ગોલ આકાશદીપ સિંહે કર્યા હતા. ભારત તરફથી આકાશદીપ સિહ અને પોતાની ૨૦૦મી મેચ રમી રહેલા રૂપિન્દરપાલ સિંહે હેટ્રિક નોધાવી હતી.
રૂપિન્દરપાલ સિંહ, મનદીપ સિંહ અને હરમનપ્રીત સિંહે ૩-૩ ગોલ કર્યા હતા, જયારે લલિત ઉપાધ્યાએ ૨, અમિત રોતીદાસ, વિવેક સાગર પ્રસાદ અને દિલ પ્રીત સિંહે ૧-૧ ગોલ કર્યા હતા.
ભારત તરફથી આકાશદીપ સિહે ૯મી, ૧૧મી, ૨૨મી, ૩૨મી, ૪૨મી મિનિટમાં કુલ ૬ ગોલ કર્યા હતા, જયારે રૂપિન્દરપાલ સિંહે પહેલી, ૫૨મી અને ૫૩મી મિનિટમાં, મનદીપ સિંહે ૩૫મી, ૪૩મી અને ૫૯મી મિનિટમાં અને હરમનપ્રીત સિંહે ૫મી, ૨૧મી અને ૩૩મી મિનિટમાં ગોલ કર્યા હતા.
આ ઉપરાંત લલિત ઉપાધ્યાએ ૫૩મી, અમિત રોતીદાસે ૩૮મી, વિવેક સાગર પ્રસાદે ૩૧મી અને દિલ પ્રીત સિંહે ૫૩મી મિનિટમાં ગોલ કર્યા હતા.
#AsianGames2018: Indian Shuttler PV Sindhu wins silver medal after losing to Tai Tzu Ying in Women's Badminton Singles pic.twitter.com/GOb8W3zdXF
— ANI (@ANI) August 28, 2018
આ પહેલા ભારતની મહિલા સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી વી સિંધુની સિંગલ મુકાબલાની ફાઈનલ મેચમાં હાર થઇ હતી અને તેને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો છે. સિંધુને ચીની તાઇપેની વર્લ્ડ નંબર ૧ ખેલાડી તાઈ જુ યિંગ સામે એક તરફી મુકાબલામાં ૨૧-૧૩, ૨૧-૧૬થી હાર થઇ હતી.
આ હાર સાથે પી વી સિંધુએ એશીયન ગેમ્સમાં પહેલો સિલ્વર મેડલ જીતવામાં સફળતા મેળવી છે. બીજી બાજુ ચીની તાઇપેની વર્લ્ડ નંબર ૧ ખેલાડી સામે સિંધુની આ સતત છઠ્ઠી હાર છે.
#AsianGames2018 : India win silver in Archery Men's Compound Team match after losing to South Korea in the shoot off. pic.twitter.com/W7n2D58M0I
— ANI (@ANI) August 28, 2018
આ ઉપરાંત રજત ચૌહાણ, અમન સૈની અને અભિષેક વર્માની ભારતીય મેન્સ તીરંદાજી ટીમે કમ્પાઉન્ડ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. તીરંદાજીની ફાઈનલ મુકાબલામાં ૨૨૯-૨૨૯ પોઈન્ટથી બરાબરી બાદ શૂટ-ઓફમાં દક્ષિણ કોરિયા સામે હાર્યા બાદ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
