Birth Anniversary/ ભારતની પ્રથમ મહિલા સત્યાગ્રહી સુભદ્રા કુમારી ચૌહાણના જન્મદિવસ પર ગૂગલ કર્યું ડૂડલ

સુભદ્રા કુમારી ચૌહાણને તેમના 117 મા જન્મદિવસ પર તેમના હોમપેજ પર ડૂડલ સાથે શ્રદ્ધાંજલિ આપી હતી. ન્યુઝીલેન્ડ સ્થિત કલાકાર પ્રભા માલ્યા…

Trending
સુભદ્રા કુમારી ચૌહાણના

ગૂગલે સોમવારે સ્વાતંત્ર્ય સેનાની અને કવિતાના લેખિકા સુભદ્રા કુમારી ચૌહાણના તેમના 117 મા જન્મદિવસ પર તેમના હોમપેજ પર ડૂડલ સાથે શ્રદ્ધાંજલિ આપી હતી. ન્યુઝીલેન્ડ સ્થિત કલાકાર પ્રભા માલ્યા દ્વારા બનાવવામાં આવેલા આ ડૂડલમાં, સુભદ્રા કુમારી ચૌહાણને સાડી પહેરીને કાગળ અને પેન સાથે બતાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો :ઓલિમ્પિક ખેલાડીઓને પીએમ મોદીએ આપી પાર્ટી, નીરજ ચોપરાને ચૂરમાં તો સિંધુને પણ…

તેમની પૃષ્ઠભૂમિમાં એક બાજુ કવિની પ્રખ્યાત કવિતા ‘ઝાંસી કી રાની’ નું નિરૂપણ છે જે હિન્દી સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે. બીજી બાજુ સ્વાતંત્ર્ય સેનાનીઓની ઝલક છે. એક નિવેદનમાં, ગૂગલે ચૌહાણને “માર્ગદર્શક લેખક અને સ્વાતંત્ર્ય સેનાની” ગણાવ્યા જેમણે “સાહિત્યમાં પુરુષ વર્ચસ્વના યુગમાં રાષ્ટ્રીય સ્તરે ઉદય કર્યો”.

સુભદ્રા કુમારી ચૌહાણનો જન્મ આ દિવસે 1904 માં ઉત્તર પ્રદેશના અલ્હાબાદ (હવે પ્રયાગરાજ) ના નિહાલપુર ગામમાં થયો હતો. ગૂગલે લખ્યું છે કે, “તે શાળામાં જતા વખતે થોંગ પર બેસીને સતત લખવા માટે પણ જાણીતા  છે. તેમની પ્રથમ કવિતા માત્ર નવ વર્ષની ઉંમરે પ્રકાશિત થઈ હતી.

આ પણ વાંચો :કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સુષ્મિતા દેવેના રાજીનામાં બાદ નેતાઓએ ઉઠાવ્યા સવાલ, કપિલ સિબ્બલે આપ્યું આ મોટું નિવેદન

તેમની કવિતાઓ મુખ્યત્વે ‘લિંગ અને જાતિ ભેદ’ જેવી ભારતીય મહિલાઓને પડતી મુશ્કેલીઓ પર કેન્દ્રિત હતી. ચૌહાણે સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાનના ભાગરૂપે ક્રાંતિકારી ભાષણો આપ્યા અને કુલ 88 કવિતાઓ અને 46 ટૂંકી વાર્તાઓ પ્રકાશિત થઈ.

આ પણ વાંચો :દહેરાદૂનના વિકાસનગરની એક ફેક્ટરીમાં જોવા મળ્યો બે મોઢા વાળો કોબ્રા

સુભદ્રા કુમારી ચૌહાણના માત્ર ટૂંકા સમયમાં કવિતા લખી દેતા હતા. આ સાથે અભ્યાસમાં પણ તેમને ટોપર હતા. શિક્ષકો સાથે તેમના સહપાઠીઓમાં પણ તેમને પ્રિય હતા. કવિતા લખવાની પ્રક્રિયા જે બાળપણમાં શરૂ થઈ હતી, પછી જીવનભર યથાવત રહી હતી.

આ રહી હિમાલય સે પુકાર
હૈ ઉદધી ગરજતા બાર બાર
પ્રાચી પશ્ચિમ ભૂ નભ અપાર
સબ પુછ રહે હૈ દિગ-દિગન્ત
વિરો કા કૈસા હો વસંત?

આ ભાવના માત્ર તેમની કવિતામાં સિંચાઈ નથી. જ્યારે ગાંધીજી દેશભરમાં તેમના આંદોલન માટે હાંકલ કરી રહ્યા હતા, ત્યારે સુભદ્રાએ પણ તેમની ભાગીદારી નોંધાવી હતી. તે સ્પષ્ટ છે કે, તેમને માત્ર રાષ્ટ્રવાદી કવિ જ નહીં, પણ એક દેશભક્ત મહિલા પણ હતા.

સુભદ્રા કુમારી ચૌહાણ વર્ષ 1921માં મહાત્મા ગાંધીના અહસયોગ આંદોલનમાં સામેલ થનારી દેશની પહેલી મહિલા હતી. આ ઉપરાંત જબલપુરના ટાઉન હોલમાં ઝંડા સત્યાગ્રહ દરમિયાન ધરપકડ વહોરીને જેલ જનારી પ્રથમ મહિલા સ્વાધીનતા સંગ્રામ સેનાની હોવાનું ગૌરવ પણ તેમના નામે નોંધાયેલું છે.

આ પણ વાંચો :કૂતરાએ ગરમીથી રાહત મેળવવા માટે જાણો શું કર્યું, જુઓ આ વિડીયો માં

આ પણ વાંચો :દુનિયામાં અદ્ભુત લોકો છે, કોઈનું નાક અને કોઈની ઊંચાઈ આશ્ચર્યજનક,કે તમે જોતા જ રહી જશો