Not Set/ જગન્નાથ મંદિરના દ્વાર આ તારીખથી ખોલવામાં આવશે

મંદિર પ્રશાસન દ્વારા એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે કોરોના વાયરસને રોકવા માટે મુખ્ય તહેવાર દરમિયાન મંદિર બંધ રહેશે.

Dharma & Bhakti
Untitled 213 જગન્નાથ મંદિરના દ્વાર આ તારીખથી ખોલવામાં આવશે

સમગ્ર દેશ માં આ વખતે  કોરોના ની બીજી લહેર  ખુબ જ ભયંકર જોવા મળી હતી  જેમાં લાખો લોકો કોરોના  સંક્રમિત થયા હતા . ત્યારે સરકાર દ્વારા કોરોના કેસો ને  નિયંત્રણ માં લાવવા સરકાર અથાગ પ્રયત્નો  કરવામાં  આવી રહ્યા હતા . ત્યારે હવે કોરોના  કેસ  ઘટતા સરકાર  દ્વારા નિયંત્રણ હળવા કરવામાં આવ્યા . જેમને લઈને  પુરી સ્થિત જગન્નાથ મંદિરમાં  23 ઓગસ્ટથી તમામ ભક્તોને દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે.

કોરોનાના કારણે મંદિર છેલ્લા ત્રણ મહિનાથી બંધ હતું. મંદિર પ્રશાસને કહ્યું છે કે, ‘પુરી નગરપાલિકા વિસ્તારમાં રહેતા લોકોને જ 20 ઓગસ્ટ સુધી દર્શનની પરવાનગી મળશે. મંદિરમાં દર્શન માટે પણ સમય નક્કી કરવામાં આવ્યો છે. દર્શન સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી રહેશે.એક અધિકારીએ કહ્યું કે, ’23 ઓગસ્ટથી ભક્તજનો અને બહારના લોકોને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે.

આ પણ વાંચો : કપિલ શર્માના શોમાં પહોંચ્યા અક્ષય કુમાર-અજય દેવગન, જુઓ આ ખાસ પ્રોમો

કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે આ વર્ષે 24 એપ્રિલના રોજ આ મંદિર લોકો માટે બંધ કરવામાં આવ્યું હતું. મંદિરને ફરીથી ખોલવાની નવી માર્ગદર્શિકા અનુસાર, મંદિર તમામ સપ્તાહના અંતે અને મોટા તહેવારો પ્રસંગે બંધ રહેશે.

મંદિર પ્રશાસન દ્વારા એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે કોરોના વાયરસને રોકવા માટે મુખ્ય તહેવાર દરમિયાન મંદિર બંધ રહેશે. બીજી બાજુ, રાજ્ય બહારથી દર્શન કરવા આવેલા ભક્તોએ છેલ્લા 96 કલાકમાં કરાવેલો RT-PCR ટેસ્ટ અથવા કોવિડ-રસીકરણનું પ્રમાણપત્ર બતાવવું પડશે.

આ પણ વાંચો :ડાયાબિટીઝને કંટ્રોલ કરવા માટે આજે જ અપનાવો આ ઉપચાર….