Not Set/ સામાન્ય આદમીની પથારી ફેરવી નાખશે પેટ્રોલ!! રૂ.125 પ્રતિ લિટર પહોંચવાની સંભાવના

પેટ્રોલ અને ડિઝલ પર કેન્દ્ર સરકાર અને તેલ કંપનીઓ ત્યારે કમાઇ જ્યારે સામાન્ય વ્યક્તિની કમાણી 65 વર્ષમાં પહેલીવાર ઘટી. આર્થિક સર્વે પ્રમાણે, 2019-20 માં દરેક વ્યક્તિની વાર્ષિક કમાણી 1.34 લાખ રૂપિયા હતી, જે 2020-21 માં ઘટીને 1.26 લાખ રૂપિયા થઇ ગઇ છે. 

Mantavya Exclusive
11 13 સામાન્ય આદમીની પથારી ફેરવી નાખશે પેટ્રોલ!! રૂ.125 પ્રતિ લિટર પહોંચવાની સંભાવના

દેશમાં હમણાથી લગભગ રોજ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો ઝીંકાઇ રહ્યો છે. ત્યારે આ કારણોસર સામાન્ય માણસ પર મોટું ભારણ આવી ગયુ છે. વળી બીજી તરફ જો સરકારની વાત કરીએ તો તેમણે આ મામલે સ્પષ્ટ કહી દીધુ છે કે, ક્રૂડ ઓઈલની કિંમતો વૈશ્વિક સ્તરે નિયંત્રિત થાય છે, તેથી અમે કઇ જ કરી શકીએ નહીં. ત્યારે પહેલાથી જ મોંઘવારીની સાકળમાં ફસાયેલા સામાન્ય નાગરિક માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં સમગ્ર દેશમાં કોરોના અને પેેટ્રોલ-ડીઝલને લઇને ચર્ચાઓ તેજ બની છે. લગભગ રોજ પેટ્રોલ અને ડીઝલનો ભાવમાં વધારો ઝીંકાઇ રહ્યો છે. પરંતુ હવે જે સમાચાર મળી રહ્યા છે, તે સાંભળીને કદાચ તમે ચોક્કસ ચોંકી જશો.

1 324 સામાન્ય આદમીની પથારી ફેરવી નાખશે પેટ્રોલ!! રૂ.125 પ્રતિ લિટર પહોંચવાની સંભાવના

વિશ્વભરમાં ક્રૂડ ઓઇલનાં વધતા ભાવને લઈને ચિંતામાં વધારો થઇ રહ્યો છે. હવે તમામ નજર 1 જુલાઇએ યોજાનારી OPEC+ મીટિંગ પર છે. જેમાં પ્રોડક્શન પોલિસી અંગેનો નિર્ણય ઓગસ્ટમાં લેવાનો છે. રશિયા ક્રૂડ ઓઈલની સપ્લાય વધારવાનાં પક્ષમાં છે. હવે જો OPEC+ દેશો ઉત્પાદન પુરવઠો વધારવાનો નિર્ણય કરશે, તો શું ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો થશે? આ અંગે ઓઇલ નિષ્ણાત અરવિંદ મિશ્રા કહે છે કે ડોલર સામે રૂપિયામાં સતત ઘટાડો થાય તે પહેલાં પણ ઓઈલ ખરીદીનાં મોરચે મહેસૂલનું દબાણ છે, જેના પર સરકાર રસીકરણ અભિયાન પણ ચલાવે છે, આવી સ્થિતિમાં સરકાર ઓઈલની કિંમતોમાં ઘટાડો કરે કે કોઇ રાહત આપે તેવી કોઈ આશા નથી. તેમનું કહેવું છે કે, આ પ્રમાણે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર રૂ. 125 સુધી પહોંચી શકે છે. ઓએનજીસીનાં ભૂતપૂર્વ અધ્યક્ષ, આર.એસ. શર્મા કહે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની વૃદ્ધિ ચાલુ રહેશે, જેની સીધી અસર ભારતમાં ઉત્પાદનોનાં ફુગાવા પર પડશે. સરકારની પાસે ડ્યૂટીમાં રાહત આપવાનો કોઇ ઈરાદો નથી. આ જ કારણોસર ગ્રાહકોએ વધુ મોંઘવારી માટે તૈયાર રહેવું જોઇએ, હવે કિંમતોમાં કેટલી હદે વધારો થશે તે કહેવું મુશ્કેલ છે.

Mantavya 19 સામાન્ય આદમીની પથારી ફેરવી નાખશે પેટ્રોલ!! રૂ.125 પ્રતિ લિટર પહોંચવાની સંભાવના

કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યૂટી કાંઢે છે લોકોનું તેલ

જો કે સરકારના આંકડા જ કહે છે કે જ્યારે સરકાર સત્તામાં આવી ત્યારે ક્રુડ ઓઇલની કિંમતો ૧૦૦ ડોલર પ્રતિબેરલથી પણ વધારે હતી, પણ તે સમયે(2014) એક લિટર પેટ્રોલની કીંમત 70થી 72 રૂપિયા હતી. જો કે પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનું એક કારણ તેના પર લાગતી એક્સાઇઝ ડ્યુટી પણ છે. જે કેન્દ્ર સરકાર લગાવે છે. મે 2014 માં જ્યારે સરકારે સત્તા સંભાળી ત્યારે એક લીટર પેટ્રોલ પર 9 રૂપિયા અને ડિઝલ પર સાડા ત્રણ રૂપિયા એક્સાઇઝ ડયુટી લાગતી હતી. પણ આજે એક લીટર પેટ્રોલ પર 32.9 રૂપિયા અને ડિઝલ પર 31.8 રૂપિયા. એક્સાઇઝ ડ્યુટી લગાવવામાં આવી રહી છે. પરિણામ એ છે કે તેનાથી કેન્દ્ર સરકારની કમાણી ખુબ વધી રહી છે.

11 15 સામાન્ય આદમીની પથારી ફેરવી નાખશે પેટ્રોલ!! રૂ.125 પ્રતિ લિટર પહોંચવાની સંભાવના

સરકારે એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં 2.35 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી

છેલ્લા પાંચ વર્ષમાં ડિઝલ અને પેટ્રોલના વપરાશમાં ઘટાડા બાદ પણ કેન્દ્ર સરકારની કમાણી વધી છે. તેનું કારણ છે તેના પર લાગતી એક્સાઇઝ ડ્યુટી પાછલા વર્ષે કેન્દ્ર સરકારે છેલ્લીવાર એક્સાઇઝ ડ્યુટી વધારી હતી. તે વખતે કેન્દ્ર સરકારે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 22.9 રૂપિયાથી વધારીને 32.9 રૂપિયા અને ડિઝલ પર 18.8 રૂપિયાથી વધારીને 37.8 રૂપિયા કરી દીધી હતી. તેનાથી કેન્દ્ર સરકારે 2020-21 નાં નવ મહિનામાં જ એટલે કે એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં 2.35 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જે 2019-20 ની સરખામણીમાં લગભગ 6 ટકા વધારે છે. આ કમાણી એક્સાઇઝ ડ્યુટીની છે. જ્યારે કેન્દ્ર તરફથી બાકીનાં ટેક્સ પણ લગાવવામાં આવે છે. અને તેનાથી તેને ઘણી કમાણી થાય છે.

11 14 સામાન્ય આદમીની પથારી ફેરવી નાખશે પેટ્રોલ!! રૂ.125 પ્રતિ લિટર પહોંચવાની સંભાવના

રાજય સરકારનાં ખજાના પર પણ મોટી અસર પડી

એક્સાઇઝ ડ્યુટથી કેન્દ્ર સરકારની આવકો વધી છે, પણ શું રાજ્ય સરકારોની કમાણી પણ તેનાથી વધી છે ખરી? તો તેનો જવાબ હા નહી પણ ના છે. રાજ્ય સરકારો પેટ્રોલ અને ડિઝલ પર વૈટ કે સેલ્સ ટેક્સ લે છે. તે ઉપરાંત બીજા પણ ટેક્સ લગાવે છે. પણ વેટ અને સેલ્સ ટેક્સ મહત્વનો હોય છે. જે જનતા પાસેથી લેવામાં આવે છે. જ્યારે પેટ્રોલ અને ડિઝલનો વપરાશ ઘટવાથી રાજય સરકારનાં ખજાના પર પણ મોટી અસર પડી છે. 2020-21 નાં નવ મહિનામાં જ સરકારની કમાણી 2019-20 ની સરખામણીમાં ઓછી થઇ ગઇ છે.

11 18 સામાન્ય આદમીની પથારી ફેરવી નાખશે પેટ્રોલ!! રૂ.125 પ્રતિ લિટર પહોંચવાની સંભાવના

ઓઈલ કંપનીઓ પણ પાંચ વર્ષમાં બની માલામાલ

પેટ્રોલ અને ડિઝલ પર માત્ર કેન્દ્ર સરકાર જ નથી કમાઇ પણ સરકારી ઓઇલ કંપનીઓએ પણ જબરજસ્ત કમાણી કરી છે. જૂન 2010 માં સરકારે પેટ્રોલની કિંમતો નક્કી કરવાનો અધિકાર ઓઇલ કંપનીઓને આપી દીધો. ઓક્ટોમ્બર 2014 માં ડીઝલની કિંમતો પણ નક્કી કરવાનો અધિકાર ઓઇલ  કંપનીઓને મળી ગયો. એપ્રિલ 2017 માં નિર્ણય લેવાયો કે, હવે પેટ્રોલ અને ડિઝલનાં ભાવો રોજ નક્કી કરવામાં આવશે. ત્યારથી હવે દરરોજ પેટ્રોલ અને ડિઝલની કિંમતો નક્કી કરવામાં આવી રહી છે.

11 19 સામાન્ય આદમીની પથારી ફેરવી નાખશે પેટ્રોલ!! રૂ.125 પ્રતિ લિટર પહોંચવાની સંભાવના

તર્ક એવો આપવામાં આવ્યો હતો કે, તેનાથી સામાન્ય વ્યક્તિને તેનો ફાયદો થશે. કારણ કે કાચા તેલની કિંમતો રોજ બદલાતી રહે છે. અને તેનાથી પેટ્રોલ અને ડિઝલની કિંમતો ઘટશે તેનો ફાયદો સામાન્ય વ્યક્તિને થશે. પણ તેનો ખાસ કોઇ ફાયદો સામાન્ય વ્યક્તિને તો ન થયો, પણ ઓઇલ કંપનીઓની કમાણીમાં જબરજસ્ત વધારો થયો.

11 20 સામાન્ય આદમીની પથારી ફેરવી નાખશે પેટ્રોલ!! રૂ.125 પ્રતિ લિટર પહોંચવાની સંભાવના

દેશમાં ત્રણ મોટી સરકારી ઓઇલ કંપનીઓ છે. આ ત્રણ કંપનીઓમાં ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, આ ત્રણેય કંપનીઓની આવકમાં જબરજસ્ત વધારો થયો છે.

11 21 સામાન્ય આદમીની પથારી ફેરવી નાખશે પેટ્રોલ!! રૂ.125 પ્રતિ લિટર પહોંચવાની સંભાવના

પેટ્રોલ અને ડિઝલ પર કેન્દ્ર સરકાર અને તેલ કંપનીઓ ત્યારે કમાઇ જ્યારે સામાન્ય વ્યક્તિની કમાણી 65 વર્ષમાં પહેલીવાર ઘટી. આ વર્ષે ફેબ્રુઆરીમાં સામાન્ય બજેટ પહેલા આર્થિક સર્વે રજૂ થયો હતો. તેમાં કહેવામાં આવ્યુ હતુ કે, આર્થિક સર્વે પ્રમાણે, 2019-20 માં દરેક વ્યક્તિની વાર્ષિક કમાણી 1.34 લાખ રૂપિયા હતી, જે 2020-21 માં ઘટીને 1.26 લાખ રૂપિયા થઇ ગઇ છે. સ્પષ્ટ છે કે, કોરોના સંક્રમણનાં લીધે સામાન્ય વ્યક્તિની કમાણી પર તેની અસર પડી હતી પણ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કહી ચૂક્યા છે કે, કોરોનાનાં લીધે સરકારનો ખર્ચ વધી રહ્યો છે અને સરકારની કમાણી ઓછી થઇ રહી છે અને એટલા માટે પેટ્રોલ અને ડિઝલનાં ભાવો ઘટાડી શકાતા નથી.

majboor str 24 સામાન્ય આદમીની પથારી ફેરવી નાખશે પેટ્રોલ!! રૂ.125 પ્રતિ લિટર પહોંચવાની સંભાવના