Covid-19/ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નોંધાયા 1.07 લાખ નવા કેસ

દેશમાં કોરોનાની ઝડપ ધીમે ધીમે ઘટી રહી છે. કોરોનાની ત્રીજી લહેર વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 1.07 લાખ નવા કેસ નોંધાયા છે અને 865 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 2 લાખથી વધુ લોકો સ્વસ્થ થયા છે.

Top Stories India
Coronavirus in India

દેશમાં કોરોનાની ઝડપ ધીમે ધીમે ઘટી રહી છે. કોરોનાની ત્રીજી લહેર વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 1.07 લાખ નવા કેસ નોંધાયા છે અને 865 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 2 લાખથી વધુ લોકો સ્વસ્થ થયા છે.

આ પણ વાંચો – નડિયાદ /  પ્રજાસત્તાક પર્વે દિલ્હીમાં યોજાયેલી પરેડમાં કેન્દ્રના વિવિધ મંત્રાલયો દ્વારા રજૂ થયેલા ટેબ્લોમાં 34 ટકા વોટ સાથે સંચાર મંત્રાલય-પોસ્ટલ વિભાગનું ટેબ્લો સહુથી પ્રથમ

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનાં એક લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે, જો કે આ ગઈકાલ (શનિવાર) કરતા 16 ટકા ઓછા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 865 લોકોનાં મોત પણ થયા છે, જેના કારણે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા વધીને 5 લાખ 01 હજાર 979 થઈ ગઈ છે. આરોગ્ય વિભાગનાં આંકડા અનુસાર શનિવારે દેશમાં કોરોનાનાં 1 લાખ 07 હજાર 474 નવા કેસ નોંધાયા છે. વળી શનિવારે, કેરળ કોરોનાનાં સૌથી વધુ નવા કેસ સાથે રાજ્યોમાં ટોચ પર છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 33 હજાર 538 નવા કેસ નોંધાયા છે. આ પછી કર્ણાટકમાં 12 હજાર 009 નવા કેસ, મહારાષ્ટ્રમાં 11 હજાર 394, તમિલનાડુમાં 7 હજાર 524 અને રાજસ્થાનમાં 5 હજાર 602 નવા કેસ નોંધાયા છે.

ડેટા અનુસાર, દેશમાં મળી આવેલા કુલ નવા કોરોના કેસમાંથી 65.19 ટકા 5 રાજ્યોમાંથી મળી આવ્યા છે, જેમાં 31.21 ટકા નવા કેસ માટે એકલું કેરળ જવાબદાર છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ હવે 95.91 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 2 લાખ 13 હજાર 246 દર્દીઓ સાજા પણ થયા છે, જેના કારણે દેશભરમાં સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 4 કરોડ 04 લાખ 61 હજાર 148 થઈ ગઈ છે.