Excise Policy Case/ ધરપકડને પડકારતા મનીષ સિસોદિયા પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, તાત્કાલિક સુનાવણીની કરી માંગ

મનીષ સિસોદિયાની ધરપકડ બાદ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે. નેતાઓ ઉગ્ર નિવેદનો કરી રહ્યા છે.

Top Stories India
મનીષ સિસોદિયા

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ (Delhi Excise Policy Case)માં ધરપકડ કરાયેલા દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા (Manish Sisodiya) એ સુપ્રીમ કોર્ટ (Supreme Court) નો સંપર્ક કર્યો છે. તેમની ધરપકડને પડકારતાં તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, તેમની અરજી પર તાત્કાલિક સુનાવણી માટે આજે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી શકે છે. હાલમાં તેમને કોર્ટમાંથી રાહત મળશે કે નહીં તે તો ચુકાદા બાદ જ ખબર પડશે. સિસોદિયાની ધરપકડ બાદ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે. નેતાઓ ઉગ્ર નિવેદનો કરી રહ્યા છે.

અગાઉ, રાઉઝ એવન્યુ કોર્ટે સોમવારે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને પાંચ દિવસની CBI કસ્ટડીમાં મોકલી દીધા હતા. કોર્ટે સિસોદિયાને 4 માર્ચ સુધી CBI રિમાન્ડ પર મોકલી દીધા છે. અગાઉ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ એક્સાઇઝ પોલિસી સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં સિસોદિયાને કોર્ટમાં રજૂ કર્યા હતા. તે જ સમયે, તપાસ એજન્સીએ પાંચ દિવસ માટે કસ્ટડીમાં સોંપવાની વિનંતી કરી હતી. જેનો કોર્ટે સ્વીકાર કર્યો હતો. હવે સિસોદિયા સુપ્રીમ કોર્ટ તરફ વળ્યા છે.

સોમવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં એક કલાકથી વધુ ચાલેલી સુનાવણી દરમિયાન, સિસોદિયાના વકીલે કહ્યું કે (તત્કાલીન) ઉપરાજ્યપાલે એક્સાઇઝ નીતિમાં ફેરફારોને મંજૂરી આપી હતી, પરંતુ કેન્દ્રીય તપાસ એજન્સી ચૂંટાયેલી સરકાર પછી છે. સિસોદિયાએ દાવો કર્યો હતો કે તેમની વિરુદ્ધ કોઈ પુરાવા નથી અને તેમના રિમાન્ડ માટે CBIની વિનંતીનો વિરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, CBIએ કલાકોની પૂછપરછ બાદ રવિવારે સાંજે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ વર્ષ 2021-22 માટે એક્સાઇઝ પોલિસીના અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર બદલ સિસોદિયાની ધરપકડ કરી હતી. આને લઈને આમ આદમી પાર્ટી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે તેનો વિરોધ કર્યો છે. હાલ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.

આ પણ વાંચો: PM મોદીના ભાઈ પ્રહલાદ મોદી ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ, ચાલી રહી છે કિડની સંબંધિત સારવાર

આ પણ વાંચો:કાશ્મીરી પંડિત પર હુમલા બાદ સેનાની મોટી કાર્યવાહી, એક આતંકી ઠાર

આ પણ વાંચો:AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના વેવાઈએ કરી આત્મહત્યા, પોતાને ગોળી મારી ટુંકાવ્યું જીવન

આ પણ વાંચો:વલસાડ સરીગામ GIDCમાં બ્લાસ્ટ, ત્રણ કામદારના મોત: 2 લોકો ઈજાગ્રસ્ત