Not Set/ મમતાને લાગ્યો ઝટકો, હાઇકોર્ટે બંગાળમાં ભાજપના ચાણક્યની રથયાત્રાને આપી મંજૂરી

કલકત્તા, પશ્ચિમ બંગાળમાં ભાજપ દ્બારા કરવામાં આવનારી રથયાત્રાને લઈ હવે રસ્તો સ્પષ્ટ થઇ ગયો છે. ગુરુવારે કલકત્તા હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારના નિર્ણયને પલટતા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત થનારી રથયાત્રાને મંજૂરી આપી દીધી છે. આ પહેલા હાઈકોર્ટની સિંગલ બેંચ દ્વારા આ રથયાત્રા પર રોક લગાવાઈ હતી અને ૧૪ ડિસેમ્બર સુધી સરકારને રિપોર્ટ જમા કરાવવા માટે […]

Top Stories India Trending
amit shah mamta01 4 1493132928 204298 khaskhabar મમતાને લાગ્યો ઝટકો, હાઇકોર્ટે બંગાળમાં ભાજપના ચાણક્યની રથયાત્રાને આપી મંજૂરી

કલકત્તા,

પશ્ચિમ બંગાળમાં ભાજપ દ્બારા કરવામાં આવનારી રથયાત્રાને લઈ હવે રસ્તો સ્પષ્ટ થઇ ગયો છે. ગુરુવારે કલકત્તા હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારના નિર્ણયને પલટતા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત થનારી રથયાત્રાને મંજૂરી આપી દીધી છે.

આ પહેલા હાઈકોર્ટની સિંગલ બેંચ દ્વારા આ રથયાત્રા પર રોક લગાવાઈ હતી અને ૧૪ ડિસેમ્બર સુધી સરકારને રિપોર્ટ જમા કરાવવા માટે આદેશ આપ્યો હતો.

કોર્ટ દ્વારા રાજ્ય સરકારને ફટકાર લગાવતા કહ્યું, “તેઓએ આ મામલે ભાજપના પ્રાર્થના પત્રનો જવાબ શા માટે આપ્યો ન આપ્યો ?.

અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલેથી જ નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ, પશ્ચિમ બંગાળમાં ભાજપ દ્વારા ત્રણ રથયાત્રા કાઢવાનો પ્લાન હતો, જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ શામેલ થવાના હતા.

ભાજપ દ્વારા આયોજિત કરાયેલી રથયાત્રાની વાત કરવામાં આવે તો, પહેલી યાત્રા ૭ ડિસેમ્બરથી કૂચબિહાર, બીજી યાત્રા ૯ ડિસેમ્બરથી ૨૪ પરગના અને ત્રીજી યાત્રા ૧૪ ડિસેમ્બરથી વીરભૂમિના તારાપીઠથી નીકળવાની હતી.