Not Set/ મચ્છર મારવાની કોઈલથી ઘરમાં લાગી આગ, દંપતિનું સળગીને મોત

ઉત્તર પ્રદેશના બરેલીમાં ઊંઘતા સમયે મચ્છર ભગાડવા માટે કોઈલ સળગાવવાના કારણે રૂમમાં આગ લાગી જતા દંપતિનું સળગીને મોત નીપજ્યું હતું. આ ઘટના શુક્રવારે રાત્રે બની છે. શનિવારે સવારે મકાન માલિક અને પડોશીઓએ મકાનમાંથી ધુમાડો નીકળતા જોયો અને દરવાજો તોડીને અંદર જોયું તો સામે જ વિજય સક્સેના (35) અને તેમની પત્ની રજની (30) ભડથું થયેલી હાલતમાં […]

India
mahi 2 મચ્છર મારવાની કોઈલથી ઘરમાં લાગી આગ, દંપતિનું સળગીને મોત

ઉત્તર પ્રદેશના બરેલીમાં ઊંઘતા સમયે મચ્છર ભગાડવા માટે કોઈલ સળગાવવાના કારણે રૂમમાં આગ લાગી જતા દંપતિનું સળગીને મોત નીપજ્યું હતું. આ ઘટના શુક્રવારે રાત્રે બની છે. શનિવારે સવારે મકાન માલિક અને પડોશીઓએ મકાનમાંથી ધુમાડો નીકળતા જોયો અને દરવાજો તોડીને અંદર જોયું તો સામે જ વિજય સક્સેના (35) અને તેમની પત્ની રજની (30) ભડથું થયેલી હાલતમાં પડેલા જોવા મળ્યા હતા.

આ મામલે બરેલીના એસ.પી રવિન્દ્ર કુમારે જણાવ્યું કે, પડોશીઓએ બંનેને બહાર કાઢ્યા પરંતુ તેમનું મોત થઈ ગયું હતું. પોલીસ મુજબ પલંગની નીચે મચ્છર મારવાની કોઈલ સળગાવી હોવાથી આ આગ લાગી હોઈ શકે છે. આગમાં ઘરનો સામાન પર બળીને ખાક થઈ ગયો હતો. તેમણે જણાવ્યું કે મૃતદેહને પોર્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

પોલીસે જણાવ્યું કે વિજય સક્સેના તેની પત્ની રજની સાથે સુભાષ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વંશીનાગલામાં રહેતા હતા. શુક્રવારે રાત્રે બંનેએ દરરોજ પહેલાં પથારી નીચે મચ્છર મારવાનું કોઈલ સળગાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.