Not Set/ મધ્યપ્રદેશ : ગ્વાલિયર નજીક આંધ્રપ્રદેશ સ્પેશિયલ ટ્રેનના ચાર ડબ્બામાં લાગી આગ

ગ્વાલિયર, અવારનવાર સામે આવતી રેલ્વેની દુર્ઘટનાઓ વચ્ચે સોમવારે વધુ એક ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના બિરલાનગર સ્ટેશનની પાસે આંધ્રપ્રદેશ એક્સપ્રેસના ચાર ડબ્બામાં અચાનક આગ લાગી હતી. જેના કારણે ફાયરબ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. #UPDATE […]

India Trending
TRAIN મધ્યપ્રદેશ : ગ્વાલિયર નજીક આંધ્રપ્રદેશ સ્પેશિયલ ટ્રેનના ચાર ડબ્બામાં લાગી આગ

ગ્વાલિયર,

અવારનવાર સામે આવતી રેલ્વેની દુર્ઘટનાઓ વચ્ચે સોમવારે વધુ એક ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના બિરલાનગર સ્ટેશનની પાસે આંધ્રપ્રદેશ એક્સપ્રેસના ચાર ડબ્બામાં અચાનક આગ લાગી હતી. જેના કારણે ફાયરબ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, નવી દિલ્હીથી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ જતી આંધ્રપ્રદેશ એક્સપ્રેસ (સ્પેશિયલ) ટ્રેન મધ્ય પ્રદેશના ગ્વાલિયર નજીક આવેલા બિરલાનગર સ્ટેશન પાસેથી પસાર થતી હતી ત્યારે બપોરના 11.55 (આશરે બપોરે બાર વાગ્યા) આસપાસ આ ટ્રેનના ચાર ડબ્બામાં અઆગ લાગી હોવાની માહિતી મળી હતી. આ અંગે રેલ્વે તંત્ર દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેના કારણે તરત જ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે ટ્રેનના ચાર ડબ્બામાં લાગેલી આગને કાબુમાં લઈ લીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ ટ્રેનના બી-6 અને બી-7 ડબ્બાને અલગ કરીને ટ્રેનને આગળ રવાના કરી દેવામાં આવી છે. આ પછી ટ્રેન બપોરે 1.10 કલાકે ગ્વાલિયર પહોંચી ગઈ હતી. જો કે સદનસીબે આ આગમાં કોઈ જાનહાની થઈ નથી.

આંધ્રપ્રદેશ એક્સપ્રેસ ટ્રેનમાં આગ કેવી રીતે લાગી હતી તે અંગેનું કારણ હજુ સુધી જાણવા મળી શક્યું નથી તેમ પણ સૂત્રોએ જાણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ ટ્રેન સવારે 6.25 કલાકે નવી દિલ્હી સ્ટેશનથી ઉપડે છે અને બીજા દિવસે સાંજે 5.30 કલાકે વિશાખાપટ્ટનમ પહોંચે છે.

ટ્રેની IAS-IPSની સૂઝબૂઝના કારણે ટળી આ ઘટના

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ટ્રેનના જે ડબ્બાઓમાં આગ લાગી હતી, જેમાં ૩૦થી વધુ ટ્રેની IAS-IPS મુસાફરી કરી રહ્યા હતા. તેઓ સજાગ અને સતર્ક હતા જેથી આ મોટી દુર્ઘટના ટળી છે. આગને બુઝાવવા માટે ૧૫ થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ તૈનાત કરવામાં આવી છે.

ઘટના સમયે ઉપસ્થિત પ્રત્યક્ષીના જણાવ્યા અનુસાર, ટ્રેનના જે બે ડબ્બામાં આગ લાગી હતી તે પેન્ટ્રીકાર પછીના બે ડબ્બા છે. શરૂઆતમાંમાં યાત્રીઓને ધુમાડો જોયો હતો ત્યારે તેઓ સમજી શક્યા ન હતા પરંતુ જયારે આગ લાગી હતી ત્યારે તરત જ ચેન ખેચીને ગાડી રોકવામાં આવી હતી.