Not Set/ મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો, જ્ઞાનશાળામાં બાળકોને પ્રવેશ ન લેવા DEOનો પરિપત્ર

અમદાવાદ અમદાવાદમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો છે. જ્ઞાનશાળામાં બાળકોને પ્રવેશ ન લેવા ડીઈઓનો પરિપત્ર અપાયો છે. જ્ઞાનશાળાના નામ પર ફી લઈ ગોરખધંધો કરાતો હતો.  આ મામલે ડીઈઓ તરફથી એક પરિપત્ર જાહેર કરીને આવી શાળાઓમાં પ્રવેશ ન લેવાનું કહેવામાં આવ્યું છે. મંતવ્ય ન્યૂઝે સૌ પહેલાં ન્યૂઝ પ્રસારિત કર્યા હતા. 50 જેટલી ગેરકાયદેસર જ્ઞાન શાળાઓ ચાલી […]

Top Stories Ahmedabad Gujarat Trending
standard2 મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો, જ્ઞાનશાળામાં બાળકોને પ્રવેશ ન લેવા DEOનો પરિપત્ર

અમદાવાદ

અમદાવાદમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો છે. જ્ઞાનશાળામાં બાળકોને પ્રવેશ ન લેવા ડીઈઓનો પરિપત્ર અપાયો છે. જ્ઞાનશાળાના નામ પર ફી લઈ ગોરખધંધો કરાતો હતો.  આ મામલે ડીઈઓ તરફથી એક પરિપત્ર જાહેર કરીને આવી શાળાઓમાં પ્રવેશ ન લેવાનું કહેવામાં આવ્યું છે. મંતવ્ય ન્યૂઝે સૌ પહેલાં ન્યૂઝ પ્રસારિત કર્યા હતા.

50 જેટલી ગેરકાયદેસર જ્ઞાન શાળાઓ ચાલી રહી છે. આવી તમામ જ્ઞાનશાળાઓ પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. વર્ષ 2006થી સ્લમ વિસ્તારમાં ગેરકાયદેસર જ્ઞાન શાળાઓ ચાલતી હતી.

dsff 1 મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો, જ્ઞાનશાળામાં બાળકોને પ્રવેશ ન લેવા DEOનો પરિપત્ર

પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે જ્ઞાન શાળા એ કોઈ શાળા નથી, તેમજ સરકારે તેને મંજૂરી પણ આપી નથી. પરિપત્રના જણાવ્યા પ્રમાણે તેમને આ અંગેની ફરિયાદો મળી હતી. બાદમાં આ અંગે સંબંધિત તમામ વિભાગને જાણકારી આપવામાં આવી છે.