Indian Idol 12/ લૈલા હો લૈલા… ગીત બનાવવા માટે ફિરોઝ ખાન સામે આનંદજીએ કર્યું હતું આવું, ઇન્ડિયન આઇડલના સેટ પર કર્યો ખુલાસો

આનંદજી (કલ્યાણજી – આનંદજી) સોની ટીવીના સિંગિંગ રિયાલિટી શો, ઇન્ડિયન આઇડોલ 12 માં શોનો હિસ્સો બન્યા હતા. આનંદજીની સામે સ્પર્ધકોએ તેમની ગાયકીથી બધાને દિવાના બનાવ્યા હતા. સયાલી કંબલેના ગીતોએ દરેકને તેના

Trending Entertainment
aanandji with sayali લૈલા હો લૈલા... ગીત બનાવવા માટે ફિરોઝ ખાન સામે આનંદજીએ કર્યું હતું આવું, ઇન્ડિયન આઇડલના સેટ પર કર્યો ખુલાસો

 આનંદજી (કલ્યાણજી – આનંદજી) સોની ટીવીના સિંગિંગ રિયાલિટી શો, ઇન્ડિયન આઇડોલ 12 માં શોનો હિસ્સો બન્યા હતા. આનંદજીની સામે સ્પર્ધકોએ તેમની ગાયકીથી બધાને દિવાના બનાવ્યા હતા. સયાલી કંબલેના ગીતોએ દરેકને તેના અવાજથી મોહિત કર્યાહતા.જ્યારે ગાયકે આનંદજીની સામે લૈલા મેં લૈલા ગાયું ત્યારે બધા ઝૂમવા લાગ્યા હતા. જ્યારે તેમણે  આ ગીત સાંભળ્યું, ત્યારે તેમણે આ ગીત પાછળની વાર્તા ચાહકોની સામે રજૂ કરી હતી.

Indian Idol 12: Anandji Dances to Idol Sawai's and Sayali's Mesmerising Performance

નિયુક્તિ / ચૂંટણી કમિશનર સુશીલચંદ્રા આગામી CEC બનશે, ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીની જવાબદારી સંભાળશે.

ફિરોઝ ખાને પૈસાની પરવા નહોતી કરી

આનંદજીએ ખુલાસો કર્યો કે જ્યારે ફિરોઝ ખાને લૈલા મેં લૈલામાં પૈસાની પરવા નહોતી કરી, ત્યારે તેઓ ઇચ્છતા હતા કે આ ગીત સારું બને. આવી સ્થિતિમાં તેમને ડિસ્કો વાળા ગીતો જોઈતા હતા અને હું અને કવિરાજ કદી ડિસ્કો પર ગયા ન હતા.

આવી સ્થિતિમાં, એક દિવસ મેં કવિરાજને ફિરોઝની સામે પૂછ્યું કે તારે પેલું ગીત સંભળાવવુંજોઈએ, તે સમજી શક્યો નહીં, તેથી મેં લૈલા હું લૈલા સંભળાવ્યું … ફિરોઝજીને તે ગમ્યું… ફિરોઝ જી કહેવા લાગ્યા કે બસ આ ગીત જોઇતું હતુ. પછી પાછળથી કવિરાજ ગુસ્સે થઈ ગયા, આ લૈલા ગીત વળી કેવું છે, પછી મેં કવિરાજને કહ્યું કે ફિરોઝની પુત્રીનું નામ લૈલા છે.

Indian Idol Season 12: After the Namkaran ceremony of Sunidhi Chauhan, Anand Ji renamed Sayali's name | IWMBuzz

કોરોના કહેર / દેશમાં કોરોનાની સુનામી : 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 1.69 લાખ નવા કેસ, એક્ટિવ કેસ 12 લાખ નજીક

સયાલીનું આ શોમાં તેમણે નામકરણ કર્યું હતું, આનંદજીએ તેમને આશીર્વાદ આપતા કહ્યું કે આ નામ તેમને તેમના ભવિષ્યમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવામાં મદદ કરશે. તેણે કહ્યું કે હું ‘સયાલી કિશોર’ નામ આપીશ અને હવે તેઓ આજીવન આ નવા નામથી ઓળખાશે.

લૈલા મેં લૈલા એ કુરબાની  ફિલ્મનું ગીત છે. ચાહકોને હજી પણ આ ગીત ખૂબ ગમે છે. ગીત હજી પણ દરેકની જીભ પર રાજ કરે છે. આવી સ્થિતિમાં, આ ગીત હવે ઇન્ડિયન આઇડલના સ્ટેજ પર ગવાયું હતું, જેણે ફરી એકવાર ધમાલ મચાવી દીધી હતી.

Indian Idol 12: Anandji Dances to Idol Sawai's and Sayali's Mesmerising Performance

કુમાર શાનુ અને અલકા યાજ્ઞિકને લોન્ચ કરનાર પણ આનંદજી હતા

આનંદજીએ તેમની કારકિર્દી દરમિયાન કેટલા બધા ગાયકોને લોન્ચ કર્યા હતા જેમાં કુમાર શાનુ અને અલકા યાજ્ઞિક પણ એક છે તેમણે પણ આ દરમિયાન વીડિયોના માધ્યમથી કલ્યાણજીને પોતાના કામનું શ્રેય આપ્યું હતું,એટલું જ નહીં કુમાર  શાનુને કહ્યું હતું કે મને કુમાર નામ આપનારા બીજું કોઈ નહીં પરંતુ આનંદજી છે. અલકા યાજ્ઞિકે જણાવ્યું હતું કે તેમને ગાયકી સિવાય પણ આનંદજી પાસેથી ઘણું પ્રાપ્ત થયું છે, જેમકે શિષ્ટાચાર તેમની પાસેથી શીખવા જેવો છે કે કોની સાથે કેમ વાત કરવી. આ ઉપરાંત સ્ટેજ પર લાઈવ પર્ફોર્મન્સ આપતી વખતે કઈ રીતે દર્શકોને પોતાની સાથે જોડવા તે તેઓ આનંદજી પાસેથી શીખ્યા છે.

કોરોનાનું તાંડવ / મહારાષ્ટ્ર લાગી શકે છે 21 દિવસનું લોકડાઉન, CM ઉદ્ધવની બેઠકમાં સંમતિ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…